હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દર્શકો ક્રિકેટ ભૂલ્યા! ક્રિકેટની મેચમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો
મેચ દરમિયાન દર્શકોની નજર સૂર્યગ્રહણ પર અટકી ગઈઃ સૂર્યનો આકાર ધીમે-ધીમે બદલાતો જોવા મળ્યો, જેના કારણે ક્રિકેટ કરતાં આ અનોખી ખગોળીય ઘટના વધુ ચર્ચામાં રહી

લંડન,તા.૧૩: ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓના ચોગ્ગા-છગ્ગા અને વિકેટ પર સામાન્ય રીતે દર્શકોની નજર રહેતી હોય છે. પરંત The Hundred 2026 ની એક મેચમાં અચાનક આકાશમાં એવો નજારો જોવા મળ્યો કે થોડા સમય માટે ક્રિકેટ કરતાં સૂર્યગ્રહણ વધુ ચર્ચાનો વિષય બની ગયું. બુધવારે બર્મિઘમ ફોનિક્સ અને MI લંડન વચ્ચેની મેચ દરમિયાન દર્શકોએ આકાશ તરફ નજર કરી તો સૂર્યનો આકાર ધીમે-ધીમે બદલાતો જોવા મળ્યો. The Hundredની ૨૦૨૬ સીઝનમાં બર્મિઘમ ફોનિક્સ અને MI લંડન વચ્ચેની મેચ ૧૨ ઓગસ્ટે એજબેસ્ટન ખાતે રમાઈ હતી.
બર્મિઘમ ફોનિક્સ અને MI લંડન વચ્ચેનો મુકાબલો ચાલી રહ્યો હતો. આ ૧૦૦ બોલની મેચમાં પ્રથમ ઇનિગ દરમિયાન લગભગ ૬૦ બોલ પૂરા થયા હતા, ત્યારે મેદાનમાં હાજર દર્શકોનું ધ્યાન અચાનક આકાશ તરફ ગયું. થોડા સમય પહેલાં સુધી સૂર્ય સામાન્ય રીતે તેજસ્વી દેખાતો હતો, પરંતુ ત્યારબાદ ચંદ્ર (Moon) સૂર્યની સામે આવતાં તેનો પ્રકાશ ધીમે-ધીમે ઢંકાવા લાગ્યો. સૂર્યનો આકાર પણ બદલાતો ગયો અને તે અડધા ચંદ્ર જેવો દેખાવા લાગ્યો. આ અસામાન્ય લ્લશ્યને કારણે સ્ટેડિયમમાં હાજર લોકો માટે મેચની સાથે આકાશી ઘટના પણ યાદગાર બની ગઈ. આ પ્રકારનું આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવીને સૂર્યના કેટલાક ભાગને ઢાંકી દે છે. પરિણામે પૃથ્વી પરથી જોતા સૂર્યનો એક ભાગ કાળો કે કપાયેલો દેખાય છે.
સૂર્યગ્રહણ શરૂ થતાં સ્ટેડિયમમાં હાજર દર્શકોનું ધ્યાન ક્રિકેટમાંથી હટીને આકાશ તરફ કેન્દ્રિત થઈ ગયું. લોકોએ સુરક્ષિત રીતે ગ્રહણ જોવા માટે સનગ્લાસિસ નહીં પરંતુ ખાસ સોલર-સેફટી ચશ્માં નો ઉપયોગ કર્યો. થોડા સમય માટે મેચની ગતિ પણ અટકી હતી અને મેદાનમાં રહેલા લોકો તથા દર્શકો આ અદભુત નજારો નિહાળતા જોવા મળ્યા. મેચ ફરી શરૂ થઈ ગઈ હોવા છતાં, ગ્રહણ સંપૂર્ણ રીતે સમાપ્ત ન થાય ત્યાં સુધી ઘણા લોકોનું ધ્યાન રમત કરતાં આકાશ પર વધુ રહ્યું. આ ઘટનાનો વીડિયો Sky Sports દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જેના કારણે ક્રિકેટ અને ખગોળીય ઘટના બંનેમાં રસ ધરાવતા લોકોનું ધ્યાન ખેંચાયું.
સામાન્ય રીતે આપણે સૂર્યને ગોળ આકારમાં અને તેજસ્વી પ્રકાશ સાથે જોતાં હોઈએ છીએ. પરંતુ સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના કેટલાક ભાગને ઢાંકી દે છે. તેથી સૂર્યનો દેખાતો ભાગ ધીમે-ધીમે ઓછો થતો જાય છે. આ ઘટનામાં પણ શરૂઆતમાં સૂર્યનો થોડો ભાગ ઢંકાયો અને પછી તેની આકૃતિ અર્ધચંદ્ર જેવી દેખાવા લાગી. ખાસ વાત એ હતી કે આ સમગ્ર ખગોળીય ઘટના ક્રિકેટ મેચ દરમિયાન બની રહી હતી, જેના કારણે સ્ટેડિયમમાં હાજર લોકો માટે તે એક અનોખો અનુભવ બની ગયો.
ગ્રહણની અદભુત ઘટનાની વચ્ચે ક્રિકેટ મેચ પણ પોતાના રોમાંચ સાથે આગળ વધી હતી. પ્રથમ બેટિગ કરતાં MI લંડને ૧૫૭ રન બનાવ્યા હતા. ત્યારબાદ બર્મિઘમ ફોનિક્સની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરી, પરંતુ તે ૭ વિકેટે ૧૫૫ રન સુધી જ પહોંચી શકી. આ રીતે MI લંડને બર્મિઘમ ફોનિક્સને ૨ રનથી હરાવીને મેચ જીતી લીધી. જોકે મેચનું પરિણામ મહત્વનું હતું, પરંતુ આ મુકાબલાની સૌથી યાદગાર ક્ષણ તરીકે સૂર્યગ્રહણ જ ચર્ચામાં રહ્યું.
ક્રિકેટ મેચ દરમિયાન સૂર્યગ્રહણ જોવા મળવાની ઘટના સામાન્ય નથી. એક તરફ મેદાનમાં ખેલાડીઓ ૧૦૦ બોલના ઝડપી ફોર્મેટમાં જીત માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તો બીજી તરફ કુદરત પોતાનું અદ્વુત લ્લશ્ય રજૂ કરી રહી હતી. The Hundred 2026ની મેચોનું સીધું પ્રસારણ Sky Sports સહિત વિવિધ પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આવી ખાસ ક્ષણો મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
