હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સંજય પાઠકની કંપની સાથે ₹૧.૫૦ કરોડની હાઈટેક સાયબર ઠગાઈ: સીનિયર ડિરેક્ટરનો ફેક વ્હોટ્સએપ મેસેજ બનાવી એકાઉન્ટન્ટને ઉલ્લૂ બનાવ્યો!
એક જ મેસેજમાં કરોડોની રકમ ટ્રાન્સફર કરાવી ભેજાબાજ સાયબર ઠગો ગાયબ; પોલીસે તાબડતોબ એક્શન લઈ કેટલાક ફંડ ફ્રીઝ કર્યા, ૩ વિશેષ ટીમો તપાસમાં જોતરાઈ

જબલપુર: તા.13 મધ્ય પ્રદેશના કટની જિલ્લા હેઠળ આવતી વિજયરાઘવગઢ બેઠકના ભાજપના પ્રભાવશાળી ધારાસભ્ય સંજય પાઠકની કંપની સાયબર ક્રાઈમનો મોટો શિકાર બની છે. આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ભેજાબાજ ઠગોએ કંપનીના સીનિયર ડિરેક્ટરના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક બોગસ વ્હોટ્સએપ મેસેજ તૈયાર કર્યો હતો. આ મેસેજના આધારે કંપનીના એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લઈને અજાણ્યા ખાતામાં જોતજોતામાં ₹૧.૫૦ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ સનસનાટીભરી છેતરપિંડીનો પર્દાફાશ થતાં જ કંપની સંચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બુધવારે રાત્રે જ કટનીના રંગનાથ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ કડક કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. ફરિયાદ મળતાં જ સક્રિય થયેલી પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને છેતરપિંડી કરાયેલી રકમમાંથી કેટલાક ભંડોળને ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી છે.
આ સમગ્ર હાઈટેક સાયબર ક્રાઈમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને ઠગાઈ પાછળ કઈ ગેંગનો હાથ છે તે શોધવા માટે પોલીસ વિભાગ દ્વારા ત્રણ અલગ-અલગ વિશેષ તપાસ ટીમોની રચના કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અને કોર્પોરેટ વર્તુળોમાં વ્હોટ્સએપ મેસેજ આધારિત ઓનલાઈન નાણાકીય વ્યવહારોની સુરક્ષાને લઈને ભારે ચિંતા જગાડી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
