હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભયંકર ઊર્જા સંકટના ખપ્પરમાં હોમાયું બાંગ્લાદેશ: રાત્રે ૮ વાગ્યા પછી લાઈટો બંધ કરવા મજબૂર, હવે માત્ર ભારત જ બચાવી શકે ડૂબતી નૈયા!
વીજળી બચાવવા મોલ-બજારો રાત્રે ૮ વાગ્યે બંધ કરવાનો આદેશ, સાઇનબોર્ડ પર પણ પ્રતિબંધ; ડીઝલની તીવ્ર અછત વચ્ચે તારિક રહેમાન સરકારે ભારત સામે હાથ લંબાવ્યો

નવી દિલ્હી: તા.13 ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ હાલ ઇતિહાસના સૌથી કપરા અને ગંભીર ઊર્જા સંકટ (Energy Crisis) નો સામનો કરી રહ્યો છે. દેશમાં વીજળી અને બળતણની એટલી ભયાનક અછત સર્જાઈ છે કે સરકારે આકરા પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે સમગ્ર દેશમાં તમામ મોલ, બજારો અને દુકાનો રાત્રે ૮ વાગ્યા પછી ખુલ્લા રાખવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આટલું જ નહીં, સાંજે ૭ વાગ્યા પછી રોશનીથી ઝળહળતા ઝગમગતા બોર્ડ અને શણગારની લાઈટો બંધ કરવાનો સખત આદેશ પણ આપવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, બાંગ્લાદેશ વહીવટીતંત્રે બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ મોલ અને દુકાનો સવારે ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી એટલે કે માત્ર ૯ કલાક જ ખુલ્લા રહી શકશે. આ નિયમ માત્ર વેપારીઓ પૂરતો સીમિત નથી, પરંતુ આગામી તમામ મેળાઓ, ટ્રેડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાત્રે ૮ વાગ્યા સુધીમાં આટોપી લેવાના રહેશે. સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે સામાન્ય નાગરિકોના ઘરોમાં કલાકો સુધી અંધારપટ છવાયેલો હોય, ત્યારે બિલબોર્ડ અને સુશોભનની લાઈટો પાછળ વીજળીનો ધુમાડો કરવો દેશને પોસાય તેમ નથી.
ગેસ અને ડીઝલની ભારે તંગીને કારણે વીજ ઉત્પાદન ઠપ થઈ જતાં બાંગ્લાદેશ સરકારની તમામ આશાઓ હવે ભારત પર ટકેલી છે. તાજેતરમાં બાંગ્લાદેશના મંત્રી ઇકબાલ હસન મહમૂદે ભારતીય રાજદ્વારી દિનેશ ત્રિવેદી સાથે ઈમરજન્સી બેઠક યોજીને ડીઝલ પુરવઠો વધારવા કકલતી વિનંતી કરી છે. બાંગ્લાદેશી મંત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે દેશમાં વીજ કાપનું મુખ્ય કારણ ડીઝલની અછત છે, અને ભારત સાથે જોડાયેલી પાઇપલાઇન દ્વારા વધુ ડીઝલ જલ્દી મેળવી શકાય તો જ બાંગ્લાદેશ આ સંકટમાંથી ઉગરી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
