હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના ચર્ચિત ભારત તિવારી ફેક એન્કાઉન્ટર કેસમાં સરકારનું મોટું એક્શન: સીએમ સમ્રાટ ચૌધરીએ કરી મોટી જાહેરાત; પીડિત પરિવારને નોકરી અને આર્થિક સહાય અપાશે!
હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની તપાસ અને STF અધિકારીની ધરપકડ બાદ નિર્ણય; પરિવારજનોએ કહ્યું, "અમને મદદ નહીં, પણ ભાઈના તમામ હત્યારાઓ સામે પૂરો ન્યાય જોઈએ!"

પટના: તા.13 બિહારના રાજકારણમાં ભારે ચકચાર જગાવનારા આરાના ભારત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ એક અત્યંત મોટી જાહેરાત કરી છે. ન્યાયિક તપાસ કમિશનના વચગાળાના રિપોર્ટના આધારે બિહાર સરકારે સ્વર્ગસ્થ ભારત તિવારીના પરિવારને આર્થિક સહાય આપવાની તેમજ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે સરકાર પીડિત પરિવાર સાથે ઊભી છે. જોકે, બીજી તરફ મૃતકના ભાઈ ચંદન તિવારીએ સ્પષ્ટ કર્યું છે કે પરિવાર માટે માત્ર આર્થિક સહાય કે નોકરી પૂરતી નથી, પરંતુ તેમના ભાઈની હત્યા કરનારા તમામ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી સાથે ન્યાય મળવો સૌથી જરૂરી છે.
આ સનસનાટીભર્યા મામલાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ૧૭ જૂન, ૨૦૨૬ ના રોજ બિહારના ભોજપુર જિલ્લાના બિલૌટી ગામમાં પોલીસ દ્વારા ભારત ભૂષણ તિવારીને પાંચ ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે તેને એન્કાઉન્ટર ગણાવ્યું હતું, પરંતુ જેડીયુ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત શાસક પક્ષ અને વિપક્ષના તમામ નેતાઓએ આ ઘટનાને 'નકલી એન્કાઉન્ટર' ગણાવીને વિરોધ નોંધાવ્યો હતો. ભારે જનઆક્રોશ બાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કમિશન રચાયું હતું, જેમાં પ્રથમ ગોળી ચલાવનાર એસટીએફ (STF) અધિકારીની ધરપકડ કરી તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.
દરમિયાન, વૈશ્વિક સ્તરે અમેરિકાથી પણ એક ચોંકાવનારા સાયબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકાની પીવાના પાણી અને ગંદા પાણીની શુદ્ધીકરણ પ્રણાલી પર ભયાનક સાયબર હુમલાઓ થયા છે. મિનેસોટા, જ્યોર્જિયા અને ન્યુ જર્સી સહિત દેશના સાતથી વધુ રાજ્યોના ૩૦ થી વધુ વોટર પ્લાન્ટ્સની સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એફબીઆઈ (FBI) આ ગંભીર સાયબર હુમલા પાછળ ઈરાન સમર્થિત હેકર્સનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી તપાસ તેજ બનાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
