હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈના સ્વાદપ્રિય લોકો આશ્ચર્યચકિત: IAS તુકારામ મુંધેના આકરા એક્શનથી વાનગીઓમાંથી 'સિન્થેટિક કલર' ગાયબ; નેટીઝન્સે પૂછ્યું- 'અનેનાસ શીરાનો પીળો રંગ ક્યાં ગયો?!'
FDA ની આકરી લાલ આંખ બાદ હોટેલો અને સ્ટ્રીટ ફૂડમાંથી આર્ટિફિશિયલ રંગોની છુટ્ટી; મંચુરિયન, ચિકન ક્રિસ્પી અને શેઝવાન ચટણીનો લાલચોળ દેખાવ બદલાતા સોશિયલ મીડિયા પર મીમ્સની વર્ષા

મુંબઈ: તા.13 મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ કડક આઈએએસ (IAS) અધિકારી તુકારામ મુંધેએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને હાનિકારક કૃત્રિમ રંગોના વપરાશ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. FDA ની આ આકરી કાર્યવાહીની સીધી અસર હવે મુંબઈની પ્રખ્યાત હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફૂડ આઉટલેટ્સ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શહેરમાં મળતી લોકપ્રિય વાનગીઓમાંથી તેજસ્વી કૃત્રિમ રંગો ગાયબ થઈ જતાં આહાર સંસ્કૃતિમાં એક મોટો અને આરોગ્યપ્રદ બદલાવ આવ્યો છે.
આ કાર્યવાહીની અસર સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. મુંબઈના સુપ્રસિદ્ધ રામાશ્રય રેસ્ટોરન્ટના ફેમસ 'અનેનાસ શીરા' (પાઈનેપલ શીરા) નો ફોટો વાયરલ થયો છે, જેમાં શીરામાંથી પરિચિત ચમકતો પીળો રંગ ગાયબ જોવા મળ્યો હતો. નેટીઝન્સે રમુજી અંદાજમાં પોસ્ટ શેર કરીને પૂછ્યું હતું કે, "રામાશ્રયના અનેનાસ શીરાનો પીળો રંગ ક્યાં ગયો?!" આવી જ રીતે ઇન્ડો-ચાઇનીઝ વાનગીઓ જેવી કે મંચુરિયન, ચિકન ક્રિસ્પી અને શેઝવાન ચટણી પણ પોતાના ઘટ્ટ લાલ રંગ વિના એકદમ સાદા લુકમાં જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ અને ગ્રાહકો FDA કમિશનર તુકારામ મુંધે સાહેબના આ આકરા પગલાંના મુક્ત મને વખાણ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે માત્ર આકર્ષક દેખાવ માટે ભેળવવામાં આવતા કેમિકલયુક્ત કૃત્રિમ રંગો સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. હવે કલ્યાણ સહિત મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આવેલી ચાઈનીઝ ફૂડ શોપ્સ પણ વિડીયો શેર કરીને ખાતરી આપી રહી છે કે તેઓ હવે નેચરલ ભારતીય મસાલાનો ઉપયોગ કરીને કલર-ફ્રી પરંતુ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી રહ્યા છે.
જોકે અચાનક વાનગીઓના પરંપરાગત કલર બદલાઈ જવાથી કેટલાક ભોજનપ્રેમીઓ થોડા આશ્ચર્યમાં મુકાયા છે, પરંતુ આ પહેલે હોટેલ અને સ્ટ્રીટ ફૂડમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે સમગ્ર મહારાષ્ટ્રમાં એક મોટી જાગૃતિ અને સકારાત્મક ચર્ચા જગાવી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
