હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SEBI નો કોમોડિટી માર્કેટ માટે માસ્ટરસ્ટ્રોક!: ડેરિવેટિવ્ઝ સ્ટ્રેસ ટેસ્ટમાં Z-સ્કોર થ્રેશોલ્ડ ૧૦ થી ઘટાડીને ૫ કર્યો; બજારમાં મુક્ત થશે કરોડોની મૂડી!
નિયમનકારી મંજૂરી સાથે બજારના સહભાગીઓ માટે પાલન પ્રક્રિયા સરળ બનશે; અત્યંત અસ્થિર કોમોડિટીઝ માટે ક્લિયરિંગ કોર્પોરેશનોએ જાળવવી પડતી મૂડી જરૂરિયાતમાં મોટો ઘટાડો

મુંબઈ: તા.13 ભારતીય મૂડી બજારના નિયામક 'સેબી' (SEBI - સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માર્કેટને મોટો વેગ આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. SEBI એ કોમોડિટી ડેરિવેટિવ્ઝ માટે સ્ટ્રેસ ટેસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતા Z-સ્કોર થ્રેશોલ્ડને ૧૦ થી સીધો ઘટાડીને ૫ કરી દીધો છે. તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવેલા આ સુધારાનો મુખ્ય હેતુ માર્કેટના સહભાગીઓ માટે નિયમોનું પાલન સરળ બનાવવાનો તેમજ બજારમાં મૂડીની કાર્યક્ષમતામાં મોટો સુધારો કરવાનો છે.
અગાઉના માળખા હેઠળ, કોમોડિટીઝના ૧૫ વર્ષના ઐતિહાસિક ડેટાના આધારે ભાવની ગતિવિધિઓમાં ૧૦ ના Z-સ્કોરથી વધુ આંચકાઓને તે મર્યાદા અનુસાર ગણતરીમાં લેવાતા હતા. હવે SEBI એ આ મર્યાદા ઘટાડીને ૫ કરી દીધી છે. Z-સ્કોર મુખ્યત્વે એ દર્શાવે છે કે ભાવની ગતિવિધિ તેની ઐતિહાસિક સરેરાશથી કેટલી દૂર છે. આ નવી થ્રેશોલ્ડનો અર્થ એ નથી કે કોમોડિટીના ભાવમાં માત્ર ૫% નો ફેરફાર થઈ શકશે, પરંતુ તે સ્ટ્રેસ-ટેસ્ટિંગની ગણતરીઓમાં ઉપયોગમાં લેવાતા અપવાદરૂપે મોટા ઐતિહાસિક ભાવ આંચકાઓની અસરને સીમિત કરી દેશે.
બાજારના આર્થિક નિષ્ણાતોના મતે, આ પગલું કોરે સેટલમેન્ટ ગેરંટી ફંડ (Core SGF) હેઠળ કામ કરતા ક્લિયરિંગ કોર્પોરેશનો માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે. અત્યાર સુધી ગંભીર બજાર વિપરીતતાઓ સામે રક્ષણ મેળવવા માટે તેમણે મોટો ફંડ અનામત રાખવો પડતો હતો, પરંતુ નવી મર્યાદાના કારણે આ અનામત મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થશે. આનાથી મુક્ત થયેલી મૂડીને બજારના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં રોકી શકાશે, જ્યારે ગંભીર બજાર હિલચાલ સામે પૂરતું રક્ષણ તો જાળવી જ શકાશે.
અત્રે નોંધનીય છે કે, ૫ નો Z-સ્કોર સામાન્ય બજાર પરિસ્થિતિઓના ૯૯.૯૯૯૯% થી વધુ વિસ્તારને આવરી લે છે, જે સ્પષ્ટ કરે છે કે જોખમ સંચાલનમાં કોઈ પણ જાતની સમજૂતી કરવામાં આવી નથી. જોકે, આ નિર્ણયની અલગ-અલગ કોમોડિટીઝ પર અલગ-અલગ અસર પડશે. ભૂતકાળમાં અત્યંત તીવ્ર ભાવ આંચકાઓ અનુભવનારી કોમોડિટીઝ માટે મૂડીની જરૂરિયાતો નોંધપાત્ર રીતે ઘટશે, જ્યારે પ્રમાણમાં સ્થિર રહેતી કોમોડિટીઝ પર આ નીતિગત ફેરફારની સીમિત અસર જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
