હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં દારૂબંધી કાયદો વધુ કડક બન્યો: હવે ગેરકાયદે દારૂ જપ્ત થશે તો બનાવનાર કંપની અને માલિક સામે પણ નોંધાશે એફઆઈઆર!
મંત્રી મદન સાહનીએ કરી મોટી જાહેરાત; કહ્યું- "કાયદામાં કોઈ સુધારો નહીં થાય, દારૂની દાણચોરી કરનારાઓ સામે સરકારનું આક્રમક વલણ યથાવત રહેશે"

પટના: બિહારમાં દારૂબંધીના અમલીકરણને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે સમ્રાટ ચૌધરી સરકારે દારૂના ગેરકાયદે વેપાર અને દાણચોરી પર સંપૂર્ણ લગામ કસવા માટે એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે જો કોઈ પણ સ્થળેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવશે, તો માત્ર સ્થાનિક દાણચોરો જ નહીં પરંતુ તે દારૂનું ઉત્પાદન કરનારી મૂળ કંપની અને તેના માલિકો સામે પણ કાયદેસરની એફઆઈઆર (FIR) નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
પટના સ્થિત જેડીયુ (JDU) કાર્યાલય ખાતે યોજાયેલી એક ખાસ પત્રકાર પરિષદને સંબોધતા દારૂબંધી, આબકારી અને નોંધણી વિભાગના મંત્રી મદન સાહનીએ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દારૂબંધી કાયદાની જોગવાઈઓમાં કોઈ સુધારો કે ઢીલ આપવામાં આવશે નહીં. વિભાગ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે અને તાજેતરમાં પટનામાં જપ્ત કરાયેલા દારૂના એક મોટા કન્સાઈનમેન્ટ સંદર્ભે સંબંધિત દારૂ ઉત્પાદક કંપની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચૂકી છે.
મંત્રી મદન સાહનીએ દારૂબંધીના ફાયદાઓ ગણાવતા જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષથી અમલમાં રહેલા આ કાયદાથી રાજ્યના મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. અગાઉ દૈનિક રોજીંદી મજૂરી કરતા ગરીબ પરિવારો પોતાની કમાણીનો મોટો હિસ્સો દારૂ પાછળ ઉડાવી દેતા હતા, પરંતુ આ કાયદા બાદ લાખો પરિવારોનું જીવન ધોરણ સુધર્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે ગેરકાયદે દારૂની જપ્તી અને દરોડાના પ્રમાણમાં ગત વર્ષ કરતા મોટો વધારો થયો છે.
સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં દારૂના ગેરકાયદેસર સપ્લાય ચેઈનને મુળમાંથી ખતમ કરવા માટે સરહદી વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે. દારૂ બનાવતી કંપનીઓ જો રાજ્યમાં ગેરકાયદે રીતે પોતાનો માલ ઘૂસાડવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાનૂની શિકંજો વધુ મજબૂત બનાવવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
