હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માફિયા અતીક અહેમદના પુત્ર અબાનના કાર અકસ્માતનો સનસનાટીભર્યો વિડીયો વાયરલ: આખરી ૬ સેકન્ડમાં ડ્રાઈવરે શું કર્યું કે ગાડી પલટી મારી ગઈ?
પાછળ આવતા વાહનના કેમેરામાં કેદ થયો ભયાનક અકસ્માત; બ્રેક મારવાને બદલે કાર ડિવાઈડર સાથે અથડાતા અબાન અને તેના મિત્રનું નીપજ્યું હતું કરુણ મોત

લખનૌ : પ્રયાગરાજમાં માર્યા ગયેલા માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના નાના પુત્ર અબાન અહેમદના ઝાંસી ખાતે થયેલા કાર અકસ્માતમાં મોતના મામલે એક અત્યંત ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. અબાનની કારની પાછળ ચાલી રહેલા એક અન્ય વાહનના કેમેરામાં કેદ થયેલા ૩૪ સેકન્ડના આ કથિત વિડીયોએ અકસ્માતના આખરી ક્ષણોના રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે. વિડીયો વિશ્લેષણથી જાણવા મળે છે કે અકસ્માત પહેલાના અત્યંત મહત્વપૂર્ણ ૬ સેકન્ડ દરમિયાન ડ્રાઈવરે કાર પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો.
વાયરલ થયેલા વિડીયો અનુસાર, કાર ખૂબ જ પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને ૧૨મી થી ૧૩મી સેકન્ડ વચ્ચે તેણે એક પિકઅપ વાનને જમણી બાજુથી ઓવરટેક કરી હતી. ઓવરટેક કર્યા બાદ તરત જ ૧૩મી સેકન્ડે કાર અચાનક રસ્તાની ડાબી બાજુ વળવા લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે ૧૩મી થી ૧૯મી સેકન્ડ વચ્ચેના છ સેકન્ડના સમયગાળામાં ડ્રાઈવરે બ્રેક મારવાનો કે ગાડીને સ્ટેબિલાઈઝ કરવાનો કોઈ પ્રયાસ જ ન કર્યો. ૧૯મી સેકન્ડે જ્યારે ગાડી રોડની બહાર નીકળી ગઈ ત્યારે છેલ્લી ઘડીએ જમણી બાજુ વળવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું અને ગાડી ડિવાઈડર સાથે અથડાઈને ભયાનક રીતે પલટી મારી ગઈ હતી.
પાછળથી અકસ્માતનું શૂટિંગ કરી રહેલા લોકો વિડીયોમાં "જુઓ, જુઓ, થોભો!" ની બૂમો પાડતા સંભળાય છે. ડ્રાઈવરે ધ્યાન ગુમાવ્યું હતું, તેને ઝોકું આવી ગયું હતું કે પછી ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી તે અંગે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ઝાંસીના એસએસપી બીબીજીટીએસ મૂર્તિએ આ વાયરલ વિડીયોની સત્યતા અને ફોરેન્સિક તપાસ માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે આ ભયાનક અકસ્માતમાં અતીકના પુત્ર અબાન અહેમદ અને તેના મિત્ર સોનુનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવકો – ઓમર, ઝૈદ અને આઝમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ ઘાયલ યુવકોના નિવેદન બાદ જ સ્પષ્ટ થશે કે તે ૬ સેકન્ડમાં કારની અંદર ખરેખર શું બન્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
