<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ધાર્મિક સંસ્થાઓ અને પ્રવાસન સ્થળોના નામે નકલી વેબસાઇટ બનાવી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ: ત્રણ આરોપીની ધરપકડ

આરોપીઓએ 126થી વધુ નકલી વેબસાઇટ અને વેબ પોર્ટલ બનાવ્યા:વેબસાઇટના માધ્યમથી દેશભરમાં 20 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો ખુલાસો

નવી દિલ્હી :ધાર્મિક સંસ્થાઓ અને જાણીતા પ્રવાસન સ્થળોના નામે નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે દિલ્હી અને રાજસ્થાનમાંથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 126થી વધુ નકલી વેબસાઇટ અને વેબ પોર્ટલ બનાવ્યા હતા. આ વેબસાઇટના માધ્યમથી દેશભરમાં 20 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

આરોપીઓ દેશભરના જાણીતા પ્રવાસન સ્થળોની ધર્મશાળા, આશ્રમ, ટ્રસ્ટ અને હોટલોના નામે નકલી વેબસાઇટ બનાવી લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ ઓનલાઇન નાણાં ઉઘરાવતા હતા. ગુજરાતમાં પણ સારંગપુર, પાલીતાણા, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથની નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

(7:51 PM IST)