હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંધારપટમાં ઘેરાયેલું બાંગ્લાદેશ: ઉર્જા કટોકટી વચ્ચે ભારત પાસે માંગી તાકીદની મદદ
ઢાકા અને ગ્રામીણ વિસ્તારોમાં કલાકો સુધી પાવર કટ, ગુસ્સે ભરાયેલા લોકોના ગ્રીડ સ્ટેશનો પર હુમલા અને ૧૮,૦૦૦ મેગાવોટ સામે પુરવઠામાં મોટી અછત સર્જાતાં સરકારે રાત્રે ૮ વાગ્યાથી બજારો બંધ કરવાનો આદેશ આપ્યો

ઢાકા : બાંગ્લાદેશ હાલમાં ગંભીર વીજળી અને બળતણ કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં વીજળીની માંગ વધીને ૧૮,૦૦૦ મેગાવોટ થઈ ગઈ છે, જ્યારે પુરવઠો માત્ર ૧૩,૦૦૦ મેગાવોટ જેટલો જ ઉપલબ્ધ છે. રાજધાની ઢાકા સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ ૮ થી ૧૦ કલાકનો વીજ કાપ લાદવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિને અંકુશમાં લેવા અને વીજળી બચાવવા માટે સરકારે રાત્રે ૮ વાગ્યા પછી તમામ મોલ, દુકાનો અને બજારો બંધ કરવાનો કડક આદેશ બહાર પાડ્યો છે.
તીવ્ર ગરમી વચ્ચે સતત અંધારપટ રહેતા લોકોનો આક્રોશ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા ટોળાં દ્વારા અનેક વિસ્તારોમાં પાવર ઓફિસો, સબસ્ટેશનો અને ગ્રીડ સ્ટેશનો પર હુમલા અને તોડફોડ કરવામાં આવી છે. પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે પોલીસે તમામ મહત્વપૂર્ણ ઉર્જા મથકો અને ગ્રીડ પર સુરક્ષા બંદોબસ્ત મજબૂત બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એલએનજી ટર્મિનલમાં લાગેલી આગ અને દરિયાઈ ખરાબ હવામાનને કારણે જહાજો પરથી બળતણ ન ઉતારી શકાતાં દેશની ગૅસ અને વીજ ઉત્પાદન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
આ વિકટ સંકટમાંથી ઉભરવા માટે બાંગ્લાદેશે ફરી એકવાર ભારત સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે. બાંગ્લાદેશના ઉર્જા મંત્રી ઇકબાલ હસન મહમૂદે ભારતીય હાઈ કમિશનર સાથે બેઠક કરીને 'ઇન્ડિયા-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન' મારફતે તાકીદના ધોરણે વધારાના ડીઝલનો પુરવઠો પૂરો પાડવા વિનંતી કરી છે. આ કટોકટી વચ્ચે ભારત તરફથી મળનારી બળતણ સહાય બાંગ્લાદેશ માટે રાહતરૂપ બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
