હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેપિડોને મળ્યું મોટું વરદાન: કર્ણાટક સરકારે આપી ઓગસ્ટ ૨૦૩૧ સુધી કેબ સેવાઓ ચલાવવાની મંજૂરી, મળ્યું ૫ વર્ષનું ઓફિશિયલ લાઇસન્સ!
રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસને ૨૦૧૬ ના એગ્રીગેટર રૂલ્સ હેઠળ મળી મંજૂરી; ૨૧ શહેરોના ૩.૧૪ લાખથી વધુ કેપ્ટન્સ અને લાખો મુસાફરોને મળશે મોટો ફાયદો

બેંગલુરુ : દેશના અગ્રણી મોબીલિટી પ્લેટફોર્મ રેપિડો (Rapido) માટે એક અત્યંત મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. કર્ણાટક રાજ્ય પરિવહન સત્તામંડળ દ્વારા રેપિડોને રાજ્યભરમાં પોતાની કેબ સેવાઓ વિસ્તૃત કરવા અને ચલાવવા માટે પાંચ વર્ષનું અધિકૃત લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યું છે. આ મંજૂરી સાથે જ હવે કંપની ઓગસ્ટ ૨૦૩૧ સુધી કર્ણાટકમાં કોઈપણ કાનૂની અડચણ વગર પોતાની ટેકનોલોજી-સક્ષમ પરિવહન સેવાઓ આપી શકશે.
રેપિડોનું સંચાલન કરતી માતૃ કંપની 'રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ' એ સ્પષ્ટતા કરી છે કે આ લાઇસન્સ 'કર્ણાટક ઓન-ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી એગ્રીગેટર્સ રૂલ્સ, ૨૦૧૬' ના તમામ નિયમોનું પાલન કરીને જારી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયથી માત્ર કંપનીને જ નહીં પરંતુ તેના લાખો ડ્રાઈવર ભાગીદારો (કેપ્ટન્સ) અને દૈનિક મુસાફરોને સેવાની સાતત્યતા અને સુરક્ષા બાબતે મોટી ખાતરી મળી છે.
હાલમાં રેપિડો કર્ણાટકના બેંગલુરુ, મૈસુર, મંગલુરુ, હુબલી-ધારવાડ અને બેલાગવી સહિત ૨૧ જેટલા મુખ્ય અને ઉભરતા શહેરોમાં કાર્યરત છે. રાજ્યમાં કંપની સાથે ૩.૧૪ લાખથી વધુ કેપ્ટન્સ જોડાયેલા છે, જ્યારે ૨.૦૪ કરોડથી વધુ નોંધાયેલા ગ્રાહકોમાંથી આશરે ૬૯ લાખ લોકોએ અત્યાર સુધી તેની કેબ સેવાઓનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, કર્ણાટક સરકારના 'અર્બન મોબીલિટી મિશન'માં પણ રેપિડોને સામેલ કરવામાં આવ્યું છે, જે શહેરી મુસાફરી અને ડિજિટલ ટ્રાન્સપોર્ટ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવશે.
રેપિડોના સહ-સ્થાપક પવન ગુંટુપલ્લીએ આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કર્ણાટક અમારું હોમ સ્ટેટ હોવાની સાથે સૌથી મહત્વપૂર્ણ માર્કેટ છે. સ્પષ્ટ અને પારદર્શક નિયમોથી ડ્રાઈવરોની કમાણી વધશે અને મુસાફરોને સુરક્ષિત તથા વિશ્વસનીય રાઈડ્સ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
