<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં માટે સાબરમતી અને સુરત સહિત ઠાણેમાં બનશે મેન્ટેનેન્સ કેન્દ્ર

કેન્દ્રમાં ઈમરજન્સી રિપેર શૉપ, વ્હીલ રી-પ્રોફાઈલિંગ, કાર બોડી રિપેર, બોગી વર્કશોપ, ઈન્સ્પેક્શન શેડ, ટ્રેન વોશિંગ પ્લાન્ટ અને સ્ટેબલિંગ લાઈનો સામેલ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી રોલિંગ સ્ટોક ડિપો હાઈસ્પીડ ટ્રેનસેટ્સની જાળવણી માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.ગુજરાતના સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રના ઠાણેમાં ત્રણ ડેપો બનાવવામાં આવી રહ્યા છે.સાબરમતી ડિપોમાં લાઈટ અને હેવી મેઈન્ટેનન્સની સુવિધાઓ હશે.જેમાં ઈમરજન્સી રિપેર શૉપ, વ્હીલ રી-પ્રોફાઈલિંગ, કાર બોડી રિપેર, બોગી વર્કશોપ, ઈન્સ્પેક્શન શેડ, ટ્રેન વોશિંગ પ્લાન્ટ અને સ્ટેબલિંગ લાઈનો સામેલ છે.શરૂઆતમાં 4 ઈન્સ્પેક્શન અને 10 સ્ટેબલિંગ લાઈનો હશે જેને પાછળથી વધારીને અનુક્રમે 8 અને 29 સુધી કરી શકાય છે.આ 16 કાર ટ્રેન સેટ્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ટકાઉ વિકાસ હેઠળ ભૂગર્ભ જળ રીચાર્જ માટે ચાર જળાશયો પણ બનાવવામાં આવી રહ્યા છે.આ ડેપો સુરક્ષિત અને વિશ્વસનીય બુલેટ ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરશે.

(12:19 AM IST)