હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શૌર્યચક્ર વિજેતાનાં વિધવાને ૨૬ વર્ષની લડત પછી પેન્શન મળ્યું
સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી રાહત મળી : કાયદા મુજબ વળતર મળતાં શહીદનાં વિધવાને પેન્શન ન મળે તેવું સરકારે ઠરાવ્યું હતું

નવી દિલ્હી,તા.૧૪: સરકારી બેદરકારી ઘણી વખત તે લોકોને પણ છોડતી નથી જેણે દેશ માટે જીવ આપ્યો છે. આનું એક જવલંત ઉદાહરણ શૌર્યચક્રથી સન્માનિત મોહનસિહની વિધવાનો દાયકાઓ લાંબો સંઘર્ષ છે, જેમણે પોતાના હક્કનું પેન્શન મેળવવા માટે ૨૬ વર્ષ સુધી રાહ જોવી પડી. આ પેન્શન પણ સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીના લીધે મળ્યું.
જનરલ રિઝર્વ એન્જિનિયરિગ ફોર્સમાં ઓવરસિયર રહેલા મોહમ સિહ સરહદ પર રસ્તા બનાવવાના કામના ઈન્ચાર્જ હતા.
૧૦ જુલાઈ ૨૦૦૦માં પહાડોની ટોચ પરથી એક મોટો પથ્થર નીચે પડ્યો તો તેમણે મજૂરોને તો હટાવી લીધા, પરંતુ તે પોતે બચી ન શક્યા અને મૃત્યુ પામ્યા. કેન્દ્ર સરકારે તેમને ૨૦૦૧માં મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા. પણ તેમની વિધવા પત્નીને વર્કમેન કમ્પેન્સેશન એક્ટ હેઠળ રાહત મળી, પરંતુ સીસીએસ (એકસ્ટ્રાઓર્ડિનરી પેન્શન) નિયમો હેઠળ સ્પેશ્યલ ફેમિલી પેન્શન ન મળ્યું જેની તે હક્કદાર હતી. તેમના દાવાને તે આધારે ફગાવી દેવામાં આવ્યો કેમકે વર્કમેન કમ્પેન્સેશન એક્ટ હેઠળ ચૂકવણી કરવામાં આવી ચૂકી હતી, તેથી સીસીએસ (પેન્શન)ના નિયમો મુજબ મૃતક કુટુંબને કોઈ લિબરલાઇઝડ પેન્શનરી એવોર્ડ આપી શકાતો ન હતો.
આના પગલે મોહમસિહની વિધવા પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ગઈ, હાઈકોર્ટે પણ તેમની વાત સ્વીકારી કે તેઓ એકસ્ટ્રાઓર્ડિનરી પેન્શનની હક્કદાર હતી, પરંતુ બાકી રકમની ચૂકવણી અરજી દાખલ તારીખથી કર્યાથી કરવાનો આદેશ આપ્યો, પતિની મૃત્યુની તારીખથી રાહત આપવાનો ઈન્કાર કર્યો. આ કેસ પછી સુપ્રીમમાં પહોંચ્યો તો જસ્ટિસ કે વી વિશ્વનાથન અને અરુણપલ્લીની બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભૂલ કરી છે.
તેમણે મોહનસિહના કેસમાં સીસીએસ પેન્શન નિયમોને યોગ્ય કેટેગરીમાં રાખવા જોઈતા હતા. મોહનસિહના મૃત્યુ પછી તરત જ તેને પેન્શન આપવું જોઈતું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
