હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનનો રેકોર્ડ $1.2 ટ્રિલિયનનો ટ્રેડ સરપ્લસ વૈશ્વિક આર્થિક કટોકટી સર્જી શકે છે: 'ફોરેન પોલિસી' મેગેઝિનના અહેવાલમાં મોટી ચેતવણી!
નિકાસ વધારવાની બેફામ નીતિથી અમેરિકા, યુરોપ અને વિકાસશીલ દેશોના ઉદ્યોગો ધ્વસ્ત થવાનું જોખમ: વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચીનનો એકહથ્થુ ઈજારો બ્રેકિંગ પોઈન્ટ તરફ

નવી દિલ્હી : કોઈપણ ભોગે નિકાસ વધારવાની અને પોતાનો ટ્રેડ સરપ્લસ (વેપાર સરપ્લસ) વિસ્તારવાની ચીનની આક્રમક આર્થિક નીતિ હવે સમગ્ર વિશ્વ માટે ભારે આર્થિક સંકટનું કારણ બની શકે છે. પ્રખ્યાત 'ફોરેન પોલિસી' મેગેઝિનના એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ, ચીનના આ વલણે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જેવા વિકસિત દેશો સહિત એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ચીનનું આ મોડેલ હવે તેના અંતિમ તબક્કા એટલે કે 'બ્રેકિંગ પોઈન્ટ' ની નજીક પહોંચી ગયું છે, જે ગમે ત્યારે વૈશ્વિક આર્થિક કટોકટી સર્જી શકે છે.
અહેવાલ અનુસાર, વર્ષ 2025માં ચીનનો ટ્રેડ સરપ્લસ રેકોર્ડ સ્તરે પહોંચીને આશરે $1.2 ટ્રિલિયન (આશરે 1.2 લાખ કરોડ ડૉલર) થયો છે, જે વૈશ્વિક માલસામગ્રીના વેપાર દર કરતાં ત્રણ ગણી ઝડપે વધી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અહેવાલને ટાંકીને જણાવાયું છે કે ચીન હાલમાં સમગ્ર વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 30 ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2030 સુધીમાં આ હિસ્સો 45 ટકા સુધી પહોંચી જવાની સંભાવના છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના અમેરિકી અર્થતંત્રને બાદ કરતાં, ઔદ્યોગિક સત્તાના આવા એકચક્રી શાસનનું ઇતિહાસમાં અન્ય કોઈ ઉદાહરણ નથી.
વિશ્લેષકોના મતે જ્યારે ચીનનું અર્થતંત્ર નાનું હતું ત્યારે નિકાસ-આધારિત વૃદ્ધિ શક્ય હતી, પરંતુ હવે અર્થતંત્ર એટલું વિશાળ થઈ ગયું છે કે વૈશ્વિક બજારમાં તેની પ્રોડક્ટ્સ શોષવાની ક્ષમતા પૂરી થઈ રહી છે. જો ચીન પોતાના આર્થિક મોડેલમાં સમયસર સુધારો કરીને સ્થાનિક વપરાશ તરફ ધ્યાન નહીં આપે અને નિકાસ આધારિત આક્રમકતા ચાલુ રાખશે, તો તેના અર્થતંત્રમાં આવનારી અચાનક મંદી વિશ્વભરના વેપારી ભાગીદાર દેશોમાં ભારે આર્થિક આંચકા પેદા કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
