હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 14th August 2026
પુણેના પ્રખ્યાત બર્ગર કિંગ પર ખાદ્ય સુરક્ષાનો સપાટો: ગંભીર સ્વચ્છતા ખામીઓ મળતાં આઉટલેટ સીલ
ખાદ્ય લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ, રાજ્યવ્યાપી તપાસમાં કાર્યવાહી વધુ કડક બનતાં હડકંપ

પુણેના કેમ્પ વિસ્તારની ઈસ્ટ સ્ટ્રીટ પર વર્ષોથી ચાલતા પ્રખ્યાત બર્ગર કિંગ આઉટલેટ સામે મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ગંભીર સ્વચ્છતા ખામીઓ અને ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ જણાતા આઉટલેટ સીલ કરી તેનું ખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ કરાયું. આ કાર્યવાહી રાજ્યવ્યાપી ‘સેફ ફૂડ, સેફ ડ્રગ, સેફ મહારાષ્ટ્ર’ અભિયાનના ભાગરૂપે થઈ. તેરમી ઓગસ્ટે રાજ્યમાં ૮૬ સંસ્થાનોની તપાસ કરાઈ હતી. તેમાં ૬૦ સુધારણા નોટિસ અપાઈ અને ૧૪ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાયા. દૂધજન્ય અને અન્ય ખાદ્ય પદાર્થોના જથ્થા પણ જપ્ત કરાયા. કેમ્પનું આ આઉટલેટ ૧૯૯૨થી કાર્યરત છે. રાજ્યવ્યાપી અભિયાન હેઠળ ઓનલાઈન ડિલિવરી અને અન્ય ખાદ્ય સંસ્થાઓની પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
