તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 15th August 2026
બાંગ્લાદેશમાં સત્તાપરિવર્તન બાદ મોટા રાજદ્વારી સમાચાર: વડાપ્રધાન તારિક રહેમાન આગામી અઠવાડિયે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા!
૨૦ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે યોજાઈ શકે છે દ્વિપક્ષીય શિખર વાર્તાલાપ; તારીખોને આખરી ઓપ આપવા કવાયત તેજ.

ઢાકા: બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાન આગામી ૨૦ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રથમ સત્તાવાર રાજદ્વારી મુલાકાતે ભારત આવે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને બંને દેશો વચ્ચેના ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી અને ઢાકાના ઉચ્ચ અધિકારીઓ હાલ મુલાકાતના આયોજન અને તારીખો અંગે આખરી તબક્કાની વાટાઘાટો કરી રહ્યા છે.
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલાકાત માટે ૨૦-૨૧ ઓગસ્ટ અને ૨૧-૨૨ ઓગસ્ટ એમ બે સંભવિત તારીખો પર વિચારણા ચાલી રહી છે. ઢાકા ખાતે ભારતીય હાઈકમિશનર દિનેશ ત્રિવેદી કાર્યભાર સંભાળે તે પછી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં જ ૧૧ ઓગસ્ટે હાઈકમિશનર ત્રિવેદીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ બેઠક યોજી હતી, જેના પછી આ રાજદ્વારી હિલચાલ તેજ બની છે.
જોકે, આ મુલાકાત અંગે બંને દેશોના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ આખરી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ દક્ષિણ એશિયાઈ રાજકારણ અને ક્ષેત્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી બાંગ્લાદેશના વડાપ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
