હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી (MDS) માં પ્રવેશ માટે NEET MDS 2026 કાઉન્સેલિંગનું શિડ્યુઅલ જાહેર
પ્રથમ રાઉન્ડનું રજિસ્ટ્રેશન 18 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ 26 ઓગસ્ટના રોજ જાહેર થશે.

નવી દિલ્હી :નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી એટલે કે NEET MDS 2026 પાસ કરનારા ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી (MDS) કોર્સમાં એડમિશન માટે કાઉન્સેલિંગનું સત્તાવાર શિડ્યુઅલ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો નિર્ધારિત તારીખો મુજબ ઓનલાઇન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
સત્તાવાર શિડ્યુઅલ મુજબ, કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડ માટેનું રજિસ્ટ્રેશન 18 ઓગસ્ટ 2026થી શરૂ થશે અને ઉમેદવારો 23 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જ્યારે 19 થી 23 ઓગસ્ટ દરમિયાન કોલેજ અને કોર્સની ચોઇસ ફિલિંગ અને ચોઇસ લોકિંગની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ રાઉન્ડનું સીટ અલોટમેન્ટ પરિણામ 26 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.
કાઉન્સેલિંગના વિવિધ રાઉન્ડનું સમયપત્રક
રાઉન્ડ 1 : રજિસ્ટ્રેશન 18 થી 23 ઓગસ્ટ, ચોઇસ ફિલિંગ 19 થી 23 ઓગસ્ટ અને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ 26 ઓગસ્ટ.
રાઉન્ડ 2 : રજિસ્ટ્રેશન 3 થી 8 સપ્ટેમ્બર અને સીટ અલોટમેન્ટ 11 સપ્ટેમ્બર.
રાઉન્ડ 3 : રજિસ્ટ્રેશન 22 થી 27 સપ્ટેમ્બર અને સીટ અલોટમેન્ટ 30 સપ્ટેમ્બર.
સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ : ખાલી બેઠકો માટે રજિસ્ટ્રેશન 12 થી 14 ઓક્ટોબર અને સીટ અલોટમેન્ટ 16 ઓક્ટોબર.
કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો પાસે NEET MDS 2026 સ્કોરકાર્ડ, એડમિટ કાર્ડ, BDS ડિગ્રી સર્ટિફિકેટ, ઇન્ટર્નશિપ પૂર્ણતા પ્રમાણપત્ર, ડેન્ટલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય શૈક્ષણિક પ્રમાણપત્રો હોવા અનિવાર્ય છે. MCC દ્વારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ચોઇસ ભરતી વખતે પોતાની પ્રાથમિકતાઓ ધ્યાનપૂર્વક ચકાસી લે અને તાજા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે જોતા રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
