<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

પીએમ મોદીની સાદગી અને સંવેદનશીલતાએ ફરી જીત્યા દેશવાસીઓના દિલ: લાલ કિલ્લા પર પીએમએ ઝૂકીને એનસીસી કેડેટની પડી ગયેલી ટોપી જાતે ઉપાડીને પહેરાવી!

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ સુરક્ષા ઘેરો તોડીને યુવાનો વચ્ચે પહોંચ્યા વડાપ્રધાન; કેડેટના પગ સ્પર્શતી વખતે નીચે પડેલી ટોપી પરત કરીને પીએમએ આપ્યું ઉત્તમ માનવતાનું ઉદાહરણ.

નવી દિલ્હી: લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અત્યંત ભાવનાત્મક અને હૃદયસ્પર્શી અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી સુરક્ષા ઘેરો તોડીને લાલ કિલ્લા પર ઉપસ્થિત એનસીસી (NCC) કેડેટ્સ અને 'માય ભારત' સ્વયંસેવકોને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન એક યુવાન એનસીસી કેડેટ જ્યારે વડાપ્રધાનના સન્માનમાં તેમના ચરણ સ્પર્શ કરવા માટે ઝૂક્યો, ત્યારે તેની માથા પરથી ટોપી નીચે પડી ગઈ હતી.

 

આ દ્રશ્ય જોઈને વડાપ્રધાન મોદીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્વયં નીચે ઝૂકીને તે ટોપી ઉપાડી હતી અને ખૂબ જ પ્રેમથી તે યુવાન કેડેટના માથા પર પાછી પહેરાવી દીધી હતી. પીએમ મોદીની આ સાદગી અને નમ્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેમની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે સાચું નેતૃત્વ અને મહાનતા આવી નાની-નાની ઘટનાઓમાં જ ઝળકી ઉઠતી હોય છે. પીએમ મોદીનું આ વર્તન માત્ર તે યુવાન કેડેટ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના યુવાનો માટે એક પ્રેરણાદાયી ક્ષણ બની ગયું છે, જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ જનતા સાથે કેટલા નજીકથી જોડાયેલા છે.

(11:47 PM IST)