News of Monday, 17th August 2026
બેલ્જિયમમાં ખોદકામ દરમિયાન સોનુ નીકળ્યું ૯૦ લાખ યુરોનું સાધારણ દેખાતું બાંધકામ સ્થળ ખજાનાનોસ્ત્રોત બન્યું

બ્રુસેલ્સ તા.૧૭: બેલ્જિયમમાં બાંધકામ મજૂરોને બ્રુસેલ્સના પૂર્વોત્તર સિન્ટ-ગિલિસ-ડેન્ડરમોન્ડેમાં ગટરના પાઈપ બદલતી વખતે નવ મિલિયન યુરો (લગભગ ૯૯ કરોડ રૂપિયા) મૂલ્યનો ખજાનો મળી આવ્યો. ૧૮ વર્ષીય કોબે નામના ઉનાળુ કામદારે શરૂઆતમાં સામાન્ય સિક્કા દેખાતા આ અદભૂત શોધ કરી.
આ ખજાનામાં સોનાના સિક્કા, સોનાના ટૂકડા અને નંબરવાળા બુલિયન બાર હતા, જે ઈંટોથી બનેલા, ભોંયરાની દિવાલમાં છુપાડવામાં આવેલી સીલબંધ બેગમાં પેક કરવામાં આવ્યા હતા. આ ખજાનો સદીના અંતમાં દારૂ બનાવતી કંપનીના માલિક થિયોફિલસ વેન એશે માટે/બનાવાયેલા એક આલીશાન વિલા નીચે મળ્યો. આ સ્થળે ૧૯૭૦ સુધી દારૂ બનાવવાનું કામ ચાલતું રહ્યું હતું. હવે સામાજિક કલ્યાણ સંસ્થા સીએડબ્લ્યુ ઉસ્ટ-વ્લાનડેરેન આ ઐતિહાસીક ઈમારતને ઓફિસ અને ઘરોમાં બદલવા માટે રીનોવેશન કરી રહી છે. પ્રશાસને તુરંત ખજાનાને સુરક્ષિત કર્યો અને તેને બ્રુસેલ્સમાં એક સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યો. તપાસ પછી જાણકારી મળી કે આ સોનું ચોરીનું હતું અને કોઈ આપરાધિક ગતિવિધિ સાથે છસંકળાયેલું હતું. સોનાના માલિકી હક્ક બાબતે ગૂંચવાડો થઈ શકે છે કારણ કે કોન્ટ્રાક્ટર, કલ્યાણ સંસ્થા અને વેન એશ પરિવારના વંશજ એના પર બેલ્જિયમના કાનૂન અનુસાર ખજાનો પોતાનો દાવો કરી શકે છે. mm ૧ માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ રાહ ૧૦ મી ક્રોધનારે અસલી માલિકસામે આવવા જોવી પડશે. કોબે અને તેના સાથીઓને આશા છે કે તેમને આખરે ખજાનો શોધવાનું ઈનામ તો મળશે જ.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
