News of Monday, 17th August 2026
NTA ફરી ચર્ચામાં: UGC-NET પણ ગેરરીતિઓ : ત્રણ વિષયોની પરીક્ષાઓ ફરીથી લેવાશે
NEET પેપર લીક બાદ UGC-NET પરીક્ષામાં ગેરરીતિઓ મળી આવી જેના કારણે NTA એ અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાષના પેપર રદ કર્યા : પ્રશ્નપત્રોમાં તથ્યો, ટાઇપોગ્રાફિકલ અને અનુવાદની ભૂલો મળી આવી છેઃ પરીક્ષાઓ ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ફરીથી લેવામાં આવશે

નવી દિલ્હી તા.૧૭: NEET પેપર લીક બાદ UGC-NET (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, નેશનલ એલિજાિબિલિટી ટેસ્ટ) પરીક્ષામાં પણ ગેરરીતિઓ મળી આવી છે. પરિણામે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ રવિવારે મોડી સાંજે ત્રણ વિષયોઃ અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાષાની પરીક્ષાઓ રદ કરી દીધી છે.
NTA એ જાહેરાત કરી છે કે આ ત્રણ વિષયોની પરીક્ષાઓ ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ ફરીથી લેવામાં આવશે. આ વિષયો માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. પરીક્ષા શહેરો, કેન્દ્રો અને પ્રવેશ કાર્ડ અંગેની માહિતી NTA ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે.
પરીક્ષા રદ કરવા માટે NTA ના કારણો ચોંકાવનારા છે. તેમાં જણાવાયું છે કે પ્રશ્નપત્રોમાં તથ્યપૂર્ણ, ટાઇપોગ્રાફિકલ અને અનુવાદની ભૂલો, પ્રખ્યાત વિદ્વાનોના નામની ખોટી જોડણી, ખોટા પુસ્તક શીર્ષકો અને ભાષા, વ્યાકરણ, લિગ અને પ્રશ્નોની સંખ્યામાં ભૂલો હતી. તેથી, આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિએ ફરી એકવાર ફવ્ખ્ ની યોગ્યતા અને કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
UGC NET પરીક્ષાના ૮૭ વિષયોમાંથી ૮૪ વિષયોની આન્સર કી બહાર પાડવામાં આવ્યા પછી તરત જ NTA એ આ નિર્ણયની જાહેરાત કરી. વિદ્યાર્થીઓને વાંધા રજૂ કરવા માટે ૧૮ ઓગસ્ટે રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધની ધમકીઓ બાદ NTA એ UGC NET આન્સર કી બહાર પાડી.
વિદ્યાર્થીઓએ સતત વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી અને ૧૧ ઓગસ્ટે NTA ને ઘેરવાની ધમકી આપી હતી. આ પછી, ફવ્ખ્ એ આગળ આવીને વિદ્યાર્થીઓને કહ્યું કે તે એક અઠવાડિયામાં આન્સર કી જાહેર કરશે. ફવ્ખ્ નો દાવો છે કે તેમને આ ત્રણ વિષયોના પ્રશ્નપત્રોમાં વિસંગતતાઓની ફરિયાદો મળી હતી, અને તપાસમાં આ મુદ્દો બહાર આવ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર, જે ત્રણ વિષયોના પ્રશ્નપત્રો રદ કરવામાં આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં પ્રશ્નો અગાઉ પૂછાયેલા પ્રશ્નો જેવા જ જોવા મળ્યા હતા. આ પરીક્ષામાં ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે, જેમ કે પેપર લીક. NTA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આવી નોંધપાત્ર ભૂલોને ફક્ત પડકાર પ્રક્રિયા દ્વારા સુધારી શકાતી નથી.
અંગ્રેજીઃ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬, શિફટ ૧, સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી
વાણિજ્યઃ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬, શિફટ ૨, બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી
સમાજશાષા ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬, શિફટ ૧, સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી
બાકીના ૮૪ વિષયોના પરિણામો સમયસર જાહેર કરવામાં આવશે
NTA એ જણાવ્યું હતું કે અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાષ સિવાય બાકીના ૮૪ વિષયો માટે આન્સર કી ચેલેન્જ વિન્ડો આજે ખુલ્લી છે અને તેમના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પુનઃપરીક્ષાને કારણે JRF બેઠકોની ફાળવણી, સહાયક પ્રોફેસરશીપ માટેની લાયકાત અને પીએચડી પ્રવેશ માટે ઇ-પ્રમાણપત્રો જારી કરવામાં કોઈ વિલંબ થશે નહીં.
પુનઃપરીક્ષા આપનારા ત્રણેય વિષયોના ઉમેદવારોનું ધ્યાન રાખવામાં આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે લાયક ઉમેદવારોની સંખ્યા જૂન ૨૦૨૬ની પરીક્ષા અથવા પુનઃપરીક્ષામાં બેસનારા ઉમેદવારોની સંખ્યાના છ ટકા જેટલી હશે.
JRF, આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ અને પીએચડી પ્રવેશની વિષયવાર ફાળવણી માહિતી બુલેટિનમાં દર્શાવેલ નિયમો અનુસાર કરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં દરેક વિષય માટે પૂર્વનિર્ધારિત ગુણમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
