<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

વિદેશી રોકાણકારો ફરી એક્‍ટિવ! બીજા મહિને મોટું રોકાણ

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો (FPI)ની ઘર વાપસી જોવા મળી રહી છે. જુલાઈ બાદ ઓગસ્‍ટના પ્રથમ ૧૫ દિવસમાં પણ FPIએ રૂ.૧૬,૬૨૧ કરોડનું રોકાણ કર્યું : આકર્ષક વેલ્‍યુએશન, મજબૂત કોર્પોરેટ કમાણી, અમેરિકામાં વ્‍યાજદર ઘટાડાની આશા અને રૂપિયાની સ્‍થિરતાના કારણે ભારત તરફ વિદેશી મૂડીનો પ્રવાહ વધ્‍યો

નવી દિલ્‍હી,તા.૧૭: ભારતીય શેરબજાર પ્રત્‍યે વિદેશી રોકાણકારો (FPI)નો વિશ્વાસ ફરી મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. સતત ચાર મહિના સુધી થયેલી ભારે વેચવાલી બાદ હવે જુલાઈ અને ઓગસ્‍ટમાં વિદેશી રોકાણકારોએ જોરદાર ખરીદી કરી છે. ઓગસ્‍ટના પ્રથમ ૧૫ દિવસમાં જ FPIએ ભારતીય ઇક્‍વિટીમાં રૂ.૧૬,૬૨૧ કરોડનું રોકાણ કર્યું છે. તે પહેલાં જુલાઈમાં પણ આશરે રૂ.૨૦,૨૦૦ કરોડની નેટ ખરીદી નોંધાઈ હતી.

જુલાઈ અને ઓગસ્‍ટની ખરીદીથી બજારમાં સકારાત્‍મક માહોલ બન્‍યો છે, પરંતુ સમગ્ર વર્ષ ૨૦૨૬ના આંકડા જોઈએ તો વિદેશી રોકાણકારો હજુ પણ નેટ સેલર છે.

માર્ચમાં FPIએ આશરે રૂ.૧.૧૭ લાખ કરોડની સૌથી મોટી ઉપાડ કરી હતી. ત્‍યારબાદ એપ્રિલમાં રૂ.૬૦,૮૪૭ કરોડ, મેમાં રૂ.૩૨,૯૬૩ કરોડ અને જૂનમાં રૂ.૪૯,૩૪૦ કરોડની વેચવાલી નોંધાઈ હતી. ફેબ્રુઆરીમાં માત્ર રૂ.૨૨,૬૧૫ કરોડનું રોકાણ આવ્‍યું હતું. પરિણામે ૨૦૨૬માં અત્‍યાર સુધી કુલ નેટ ઉપાડ આશરે રૂ.૨.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર ૨૦૨૫ની લગભગ રૂ.૧.૬૬ લાખ કરોડની વેચવાલી કરતાં પણ વધુ છે.

બજાર નિષ્‍ણાતોના મતે ભારત પ્રત્‍યે વધતા વિશ્વાસ પાછળ અનેક મહત્‍વના પરિબળો જવાબદાર છે, જેમકે ભારતીય શેરોનું આકર્ષક વેલ્‍યુએશન, કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો, અમેરિકામાં વ્‍યાજદર ઘટાડાની સંભાવના, કાચા તેલના નરમ ભાવ અને રૂપિયાની તુલનાત્‍મક સ્‍થિરતાનો સમાવેશ થાય છે.

વલ્‍લમ કેપિટલના CEO અને પોર્ટફોલિયો મેનેજર મનીષ ભંડારીના જણાવ્‍યા અનુસાર, મજબૂત કોર્પોરેટ કમાણી અને અનુકૂળ વૈશ્વિક પરિસ્‍થિતિ ભારતને વિદેશી રોકાણ માટે વધુ આકર્ષક બજાર બનાવે છે.

માર્કેટ એનાલિસ્‍ટ્‍સનું માનવું છે કે દક્ષિણ કોરિયા અને તાઈવાનના AI તથા ટેક્રોલોજી શેરોમાં ભારે તેજી બાદ ઘણા વૈશ્વિક રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયોમાં સંતુલન લાવી રહ્યા છે. ઊંચા વેલ્‍યુએશનને કારણે કેટલાક ફંડોએ ત્‍યાંથી નફો બુક કરીને ભારત જેવા ઉભરતા બજારોમાં મૂડી ખસેડવાની શરૂઆત કરી છે.

ટ્રેકના કો-ફાઉન્‍ડર અને ઘ્‍ચ્‍બ્‍ વેદાંત ગુપ્તેના જણાવ્‍યા પ્રમાણે, ઓગસ્‍ટમાં જ્‍ભ્‍ત્‍ની વાપસી એ સંકેત આપે છે કે અગાઉની વેચવાલી માત્ર ભારતને લઈને ચિતાના કારણે નહોતી, પરંતુ તેમાં વૈશ્વિક આર્થિક પરિસ્‍થિતિની પણ મોટી ભૂમિકા હતી.

આવનારા મહિનાઓમાં વિદેશી રોકાણકારોનું વલણ મુખ્‍યત્‍વે વૈશ્વિક આર્થિક સંકેતો પર આધારિત રહેશે. યુએસ બોન્‍ડ યીલ્‍ડ, ડોલર ઇન્‍ડેક્‍સ, ક્રૂડ ઓઇલના ભાવ અને કોર્પોરેટ કમાણીના સુધારા જેવા પરિબળો FPI પ્રવાહની દિશા નક્કી કરી શકે છે.

નિષ્‍ણાતોનું માનવું છે કે હાલની ખરીદી ચોક્કસપણે સકારાત્‍મક સંકેત છે, પરંતુ વર્ષ દરમિયાન થયેલી ભારે વેચવાલીને ધ્‍યાનમાં લેતા જ્‍ભ્‍ત્‍ના વલણમાં કાયમી ફેરફાર થયો છે એવું કહેવું હજુ વહેલું ગણાશે. આગામી મહિનાઓમાં વૈશ્વિક બજારની સ્‍થિતિ જ આ ઘર વાપસી કેટલી મજબૂત છે તે નક્કી કરશે.

(10:39 AM IST)