<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ભારતમાં મોટા પાયે ગેરકાયદે સોપારીની આયાતનો પર્દાફાશ

અંદાજે રૂ.૨,૫૦૦ કરોડથી વધુની છેતરપિંડી, ૯ની ધરપકડ : કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં દરોડા પાડી ૧૬૦ MT સોપારી અને રૂ. ૭૫ લાખ રોકડા જપ્ત

નવી દિલ્‍હી,તા.૧૭: ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યુ ઇન્‍ટેલિજન્‍સ (DRI)એ, એક મહિના લાંબા ગુપ્તચર-આધારિત ઓપરેશનમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ સોપારીને ખોટી રીતે બાંગ્‍લાદેશી મૂળની દર્શાવીને અને સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (SAFTA) હેઠળ કપટપૂર્વક રાહતદરે જકાત લાભો મેળવીને ભારતમાં આયાત કરવાના એક મોટા નેટવર્કને ખુલ્‍લું પાડ્‍યું છે. તપાસમાં અત્‍યાર સુધીમાં રૂ. ૨,૫૦૦ કરોડથી વધુના સંભવિત મહેસૂલ નુકસાનનો ખુલાસો થયો છે. આ કેસમાં નવ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ભારતમાં સોપારીની આયાત પર ૧૦૦%ની બેઝિક કસ્‍ટમ્‍સ ડ્‍યુટી (BCD) લાગે છે. જો કે, સાફટા (SAFTA) કરાર હેઠળ કરવામાં આવતી સોપારીની પાત્ર આયાતને કસ્‍ટમ ડ્‍યુટીમાંથી સંપૂર્ણ મુક્‍તિ આપવામાં આવે છે. જો આયાત નિર્ધારિત રૂલ્‍સ ઓફ ઓરિજિન માપદંડોને પૂર્ણ કરે તો બાંગ્‍લાદેશમાંથી ઉદ્વવતી સોપારી સાફટા હેઠળ મુક્‍તિ માટે હકદાર છે.

DRI દ્વારા એકત્રિત કરવામાં આવેલી અને વિકસાવવામાં આવેલી ગુપ્ત માહિતી સૂચવે છે કે કેટલીક સિન્‍ડિકેટ્‍સ સોપારીની આયાત પર ખૂબ જ મોટા પાયે કપટપૂર્વક સાફટા (SAFTA) લાભોનો દાવો કરી રહી હતી. જ્‍યારે તેઓ ઇન્‍ડોનેશિયા, થાઇલેન્‍ડ, મલેશિયા અને અન્‍ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી ઉદ્વવેલી અને મેળવેલી સોપારીની આયાત કરી રહ્યા હતા, ત્‍યારે તેઓ ભારતમાં આયાત કરવામાં આવતી સોપારીના મૂળ દેશને ખોટી રીતે બાંગ્‍લાદેશ તરીકે દર્શાવી રહ્યા હતા.

ત્‍યારબાદ, કોલકાતા અને વિશાખાપટ્ટનમમાં આયાતકારો, કસ્‍ટમ્‍સ બ્રોકર્સ અને IEC ધારકો સાથે સંકળાયેલા અનેક પરિસરોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્‍યા હતા. સોપારીના દક્ષિણ-પૂર્વ એશિયાઈ મૂળની સ્‍થાપના કરતા અનેક ગુનાહિત દસ્‍તાવેજો અને નોંધપાત્ર પુરાવા મળી આવ્‍યા હતા. DRI અધિકારીઓએ ગેરકાયદે રીતે આયાત કરાયેલા માલના વેચાણની ઉપજ હોવાની આશંકા ધરાવતી અંદાજે રૂ. ૭૫ લાખની રોકડ પણ જપ્ત કરી હતી. અંદાજે ૧૬૦ MT સોપારીનો એક લાઈવ કન્‍સાઇનમેન્‍ટ પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો.

તપાસમાં અત્‍યાર સુધી સોપારીની છેતરપિડીયુક્‍ત આયાતનું મોટું પ્રમાણ સામે આવ્‍યું છે જેમાં તાજેતરના વર્ષોમાં સરકારી તિજોરીને રૂ. ૨,૫૦૦ કરોડથી વધુની કસ્‍ટમ ડ્‍યુટીની છેતરપિડી કરવામાં આવી છે. માસ્‍ટરમાઇન્‍ડ્‍સ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી બાંગ્‍લાદેશના એક ચ્‍ભ્‍ક્ષ્ માં સોપારીની આયાતની સુવિધા આપતા હતા અને ત્‍યારબાદ માત્ર કન્‍ટેનર અને બેગ બદલીને અને તેને બાંગ્‍લાદેશી-મૂળની સોપારી તરીકે દર્શાવીને માલને ભારતમાં ડાયવર્ટ કરતા હતા. તેમણે બાંગ્‍લાદેશી સત્તાવાળાઓ પાસેથી કપટપૂર્વક સાફટા (SAFTA) સર્ટિફિકેટ્‍સ ઓફ ઓરિજિન મેળવ્‍યા હતા. માસ્‍ટરમાઇન્‍ડ્‍સ ભારતીય આયાતકારો પાસેથી કન્‍સાઇનમેન્‍ટના રૂટિગ, દસ્‍તાવેજીકરણ, ક્‍લિયરન્‍સ અને પરિવહનની વ્‍યવસ્‍થા કરવા માટે નોંધપાત્ર કમિશન લેતા હતા અને રોકડમાં ચૂકવણીનું મોટું કલેક્‍શન કરતા હતા. તપાસમાં નાણાકીય ઉપજના ટ્રાન્‍સફર અને લેયરિગ માટે હવાલા ચેનલો અને ડમી સંસ્‍થાઓના ઉપયોગનો પણ ખુલાસો થયો છે.

તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે કેસમાં ઓળખાયેલી સોપારીની મોટાભાગની છેતરપિડીયુક્‍ત આયાતના ક્‍લિયરન્‍સ માટે ખાસ કરીને એક કસ્‍ટમ્‍સ બ્રોકર ફર્મ જવાબદાર હતી. DRI દ્વારા ચાલી રહેલી તપાસના પરિણામે, સક્ષમ અધિકારી દ્વારા કસ્‍ટમ્‍સ બ્રોકરનું લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યું છે. આ કેસના સંબંધમાં અત્‍યાર સુધીમાં નવ વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આવી ગેરકાયદે આયાત અયોગ્‍ય ભાવ વિકૃતિ ઊભી કરીને દેશના સોપારી ઉત્‍પાદકો અને કાયદેસરના વેપાર પર પ્રતિકૂળ અસર કરે છે, અને કાયદેસર વ્‍યવસાયો માટે સમાન તકોના વાતાવરણને ખોરવે છે. સરકારી મહેસૂલને ભારે નુકસાન પહોંચાડવા ઉપરાંત, આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સરહદી વિસ્‍તારોમાં નિયંત્રિત વેપાર પદ્ધતિઓ અને આર્થિક સુરક્ષાને પણ નબળી પાડે છે. આ ઓપરેશન સાથે, DRI એ મૂળ દેશની વ્‍યવસ્‍થિત ખોટી જાહેરાત, સાફટા (SAFTA) લાભોનો કપટપૂર્ણ ઉપયોગ અને કસ્‍ટમ્‍સ મહેસૂલની મોટા પાયે ચોરીમાં સંકળાયેલા એક સુસંગઠિત નેટવર્કને અસરકારક રીતે ખોરવી નાખ્‍યું છે.

 

(10:40 AM IST)