News of Monday, 17th August 2026
૭ મહિનાની પ્રેગ્નેન્ટ નીકળી યુવતી, ૨ પ્રેમીઓ પર કેસ નોંધાયો, એક ૫૦ વર્ષ તો બીજો ૨૮ વર્ષનો
કાનપુરમાં બે દિવસ પહેલા ૨૫ વર્ષની યુવતીની લાશ મળવાનો મામલામાં નવો ખુલાસો થયો

કાનપુર,તા.૧૭: ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે દિવસ પહેલા ૨૫ વર્ષની યુવતીની લાશ મળવાનો મામલામાં નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમમાં યુવતી લગભગ ૬ મહિનાની ગર્ભવતી મળી આવી. જો કે તેના મોતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. તપાસ માટે રિપોર્ટ સુરક્ષિત રાખ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર યુવતીના પિતાના આવેદન પર પોલીસે ગામના જ એક વ્યક્તિ અને બીજા ગામના એક યુવક વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને યુવતીના પ્રેમી છે.
પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે. યુવતીના પેટમાં ઉછરી રહેલું બાળક હોનું હતું. એ જાણવા માટે બાળકનું ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે. ત્યાર બાદ ડીએનએનું મિલન બંને આરોપીઓના ડીએનએ સાથે કરાવવામાં આવશે.
ઘાટમપુર ચોકીના પ્રભારી યોગેશ સિહે જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. મોતનું કારણ શોધવા માટે રિપોર્ટ અને અંગો સુરક્ષિત રાખ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને બે યુવકો સાથે સંબંધ હતા. તેમાંથી એક ગોલૂ પાંડે યુવતીના ગામનો જ રહેવાસી છે. જેની ઉંમર લગભગ ૫૦ વર્ષ હોવાનું કહેવાય છે. બીજો યુવક પ્રાંજલ બીજા ગામનો રહેવાસી છે અને તેની ઉંમર લગભગ ૨૮ વર્ષ છે.
બાળકની જવાબદારી લેવા તૈયાર નહોતા પ્રેમી
કહેવાય છે કે યુવતી બંનેના સંપર્કમાં હતી. ગર્ભવતી થયા બાદ તેણે બંનેને પોતાની જવાબદારી લેવાની વાત કહી હતી. તે બંને સાથે લગ્ન કરવા અને બાળકની જવાબદારી ઉઠાવાવ માટે કહી રહી હતી. યુવતીનું કહેવું હતું કે બંનેમાંથી એક કોઈ તેની સાથે લગ્ન કરે. તે બંનેને એવું પણ કહેતી હતી કે તેના કારણે જ ગર્ભવતી થઈ છે. જો કે પોલીસ તપાસમાં હજુ પણ એ સ્પષ્ટ થવાનું બાકી છે કે બાળકના પિતા કોણ હતો.
પરિવારના જણાવ્યા અનુસાર, યુવતી પોતાની ગર્ભાવસ્થાને લઈ ટેન્શનમાં રહેતી. તે ઘર અને ગામના લોકોથી બચવાની કોશિશ કરી રહી હતી. જેમ જેમ ગર્ભાવસ્થાનો સમય વધી રહ્યો હતો, તેના માટે ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. આ દરમ્યાન વચ્ચે ત્રણ દિવસ પહેલા યુવતી ગાયબ થઈ. બીજા દિવસે તેની લાશ આંબાના બગીચામાંથી મળી આવી.
લાશ મળ્યા બાદ પરિવારમાં હડકંપ મચી ગયો. યુવતીના પિતાએ તેના બંને પ્રેમી ગોલૂ પાંડે અને પ્રાંજલ પર હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસનું કહેવું છે કે બંને પ્રેમીની ધરપકડ કરી તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. મામલામાં યુવતીને આત્મહત્યા અથવા મોત માટે કથિત રીતે પ્રેરિત કરવાથી જોડાયેલી કલમોમાં પણ કાર્યવાહી થઈ રહી છે.
હવે પોલીસની તપાસમાં સૌથી મહત્ત્વની કડી ડીએનએ રિપોર્ટ હશે. બાળકના ડીએનએ બંને આરોપીઓના ડીએનએ સાથે મિલાવવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ એ સ્પષ્ટ થશે કે બાળકના પિતા કોણ છે અને મામલામાં આગળ કેવા પ્રકારની કાનૂની કાર્યવાહી કરવી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
