News of Monday, 17th August 2026
ચિતા પર રાખેલી મહિલા અચાનક જીવતી થઈઃ સ્મશાનમાં અફરાતફરી મચી ગઈ
ચમત્કારની વાત અને મહિલા જીવતી હોવાની વાત સાંભળતા જ પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈને પહોંચ્યા

સોનભદ્ર,તા.૧૭: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં અંતિમ સંસ્કાર દરમ્યાન એક અજીબોગરીબ ઘટના સામે આવી. સ્મશાન ઘાટ પર ચિતા તૈયાર હતી, પરિવારના લોકો રડી રહ્યા હતા અને અંતિમ વિદાય આપવાની તૈયારી થઈ રહી હતી. ત્યારે અચાનક ત્યાં હાજર ગામના લોકોએ દાવો કર્યો કે મહિલા જીવતી છે. લોકોએ જણાવ્યું કે, ચિતા પર રાખતી વખતે મહિલાના શરીરમાં હલનચલન થયું અને તેની નાડી ચાલી રહી હતી. આ સાંભળતા જ સ્મશાન ઘાટમાં હડકંપ મચી ગયો અને ચીસો પાડવા લાગ્યા.
ચમત્કારની વાત અને મહિલા જીવતી હોવાની વાત સાંભળતા જ પરિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈને પહોંચ્યા. અંતિમ સંસ્કારની પ્રક્રિયા રોકી દીધી. તાત્કાલિક ચિતામાંથી લાશ ઉપાડી ઘરે આવ્યા. ઘરે પહોંચી પરિવારના લોકોએ ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો. જો કે સ્મશાન ઘાટ લઈ જતાં પહેલા બે પ્રાઈવેટ અને એક સરકારી ડોક્ટરે મહિલાની તપાસ કરી તેમના મોતની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં એમ્બ્યુલન્સ કર્મીઓએ પણ મશીનથી તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા
ઘરે જ્યારે મેડિકલ ટીમ અને ડોક્ટરે ફરી વાર મહિલાની શરીરની તપાસ કરી તો સચ્ચાઈ સામે આવી. ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે મહિલાનું મોત પહેલા જ થઈ ચૂક્યું છે અને શરીરમાં દેખાતી હલચલ અથવા ગરમી ખાલી એક ભ્રમ અથવા મૃત્યુ બાદ માંસપેશીઓની સ્વાભાવિક પ્રતિક્રિયા હોઈ શકે છે. એકદમ પાક્કી ખાતરી થયા બાદ મેડિકલ પુષ્ટિ બાદ પરિવારની છેલ્લી આશા પણ તૂટી ગઈ.
ત્યાર બાદ પરિવારના લોકો લાશને ફરી વાર સ્મશાને લઈને પહોંચ્યા, જ્યાં મહિલાના અંતિમ સંસ્કાર પૂરા કર્યા. વળી આ સમગ્ર નાટકીય ઘટનાક્રમને લઈ સ્થાનિક પોલીસ પાસે જાણકારી માગી તો પોલીસે આવી કોઈ પણ ઘટનાની જાણકારી ન હોવાની વાત કહી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
