News of Monday, 17th August 2026
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોલ્સ-રોયસ દ્વારા એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફટ પ્રોગ્રામ માટે ભારતના સ્વદેશી યુદ્ધ એન્જિનના વિકાસ અને ભાગીદારી માટે વ્યૂહાત્મક ઈરાદાની જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ :.. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ) અને રોલ્સ-રોયસે (LSE: RR., ADR: RYCEY) ભારતના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફટ (AMCA) પ્રોગ્રામ માટે સાર્વભૌમ સ્વદેશી યુદ્ધ એન્જિનની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે ભાગીદારી સાધવા અને ક્ષમતાઓ પ્રદાન કરવાના પોતાના વ્યૂહાત્મક ઈરાદાની આજે જાહેરાત કરી છે.
આ ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ અને રોલ્સ-રોયસ એક સમર્પિત એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સની રચનાની તકો શોધશે જે ભારતમાં પાવર અને પ્રોપલ્શન ટેક્રોલોજી માટે ઉત્કળષ્ટતાનું કેન્દ્ર બનશે.
આ ભાગીદારી વિશ્વની અગ્રણી ટેક્રોલોજી અને ઔદ્યોગિક અમલીકરણ ક્ષમતાઓને એક મંચ પર લાવીને ભારતમાં ખ્પ્ઘ્ખ્ એન્જિનના સંયુક્ત વિકાસ માટે એક આકર્ષક તક પૂરી પાડશે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ફાઇટર જેટ પ્રોગ્રામને વેગવાન બનાવવા સ્વદેશી એન્જિન પૂરું પાડવાની રક્ષણાત્મક ઇકોસિસ્ટમ માટે નક્કી કરાયેલા વિઝનને સાકાર કરવાની દિશામાં આ મોટું કદમ છે.
અનંત અંબાણી, એક્ઝિકયુટિવ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનુંએ જણાવ્યું કે, ‘ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે અત્યાધુનિક ટેક્રોલોજીઓમાં સાર્વભૌમ ક્ષમતા અનિવાર્ય છે. અમારો ઇરાદો રોલ્સ-રોયસ સાથે મળીને અદ્યતન પ્રોપલ્શનમાં તેમની વિશ્વ-અગ્રણી કુશળતાને ભારતમાં સ્વદેશી એરો-એન્જિન ઇકોસિસ્ટમ બનાવવા માટે રિલાયન્સની ટેક્રોલોજી, ઉત્પાદન, સ્કેલ અને અમલીકરણ ક્ષમતાઓ સાથે જોડવાનો છે. અમારો હેતુ સાથે મળીને એક એવી સ્થાયી રાષ્ટ્રીય ક્ષમતા વિકસાવવાનો છે જે ભારતને આત્મનિર્ભર બનાવી શકે અને સમય જતાં, અદ્યતન પ્રોપલ્શન ટેક્રોલોજીમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર વિકસિત ભારતના વિઝનમાં અમારું આ યોગદાન છે.
તુફાન એર્ગિનબિલિચ, સીઈઓ, રોલ્સ-રોયસ પીએલસીએ જણાવ્યું કે, ‘હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે હાથ મિલાવવા સાંપડેલી આ તકનું સ્વાગત કરું છું, જે અદ્યતન એન્જિનિયરિંગમાં અમારી એક સદીની વારસાગત અને પૂરવાર થયેલા એન્જિન કૌશલ્યને ભારતીય ઉદ્યોગમાં તેમના સ્વદેશી નેતળત્વ સાથે જોડે છે. ભારતમાં અમારી અસ્તિત્વ ધરાવતી ભાગીદારી અને ક્ષમતાઓ સાથે મળીને, આ દેશમાં એક મજબૂત, આત્મનિર્ભર એરોસ્પેસ ઇકોસિસ્ટમ બનાવવા તરફ એક મોટો સીમાચિホ સાબિત થાય છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
