<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

બીજાને હેપીનેસ આપીને ઉજવે, તેનો જન્‍મદિન વાસ્‍તવિકતામાં હેપી બર્થ ડે બનેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

ઘાટકોપરમાં અબોલ પશુ-પંખીઓ માટે થયું ‘ઓલ્‍વેઝ કેર એનિમલ હોસ્‍પિટલ'નું ઉદઘાટન

રાજકોટઃ ઘાટકોપરના ધારા સભ્‍ય પરાગભાઈ શાહના ૫૭મા જન્‍મદિન નિમિત્તે રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ઘાયલ, બીમાર અને દર્દથી પીડાતાં અબોલ પશુ-પંખીઓને સઘન તથા સુયોગ્‍ય સારવાર મળી રહે તે હેતુથી ઘાટકોપરના રાજાવાડી વિસ્‍તારમાં ‘હિંદુ હૃદયસમ્રાટ શ્રી બાલાસાહેબ ઠાકરે પશુ આરોગ્‍ય ભવન - ઓલ્‍વેઝ કેર એનિમલ હોસ્‍પિટલ'નું મંગલ ઉદ્ધાટન કરવામાં આવ્‍યું. હોસ્‍પિટલમાં બિલાડીઓ અને શ્વાન માટે અલગ સારવાર વિભાગ, સર્જરી માટે વિશેષ સુવિધા, એક્‍સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી તપાસ, નવજાત પશુઓ માટે વિશેષ સંભાળ કેન્‍દ્ર, બિલાડીઓ તથા શ્વાન માટે દાખલ સારવારની સુવિધા, પક્ષીઓ માટે વિશેષ સારવાર વિભાગ ઉપરાંત બેઠક-તાલીમ કક્ષ, આહાર વ્‍યવસ્‍થા, પશુઓના સ્‍વસ્‍થ થવા માટે વિશેષ સ્‍થળ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ રહેશે.

(2:38 PM IST)