<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય: સીજેઆઈની સ્કૂલ મુલાકાતના કલાકોમાં જ શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ પર મૂકાયો કડક પ્રતિબંધ

શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા અને ગોપનીયતા વધારવા માટે લેવાયું પગલું: અનધિકૃત રેકોર્ડિંગ અને વિડીયો બનાવતા અસામાજિક તત્વો પર કડક નજર

જયપુર : દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની સ્કૂલ મુલાકાતના કલાકો બાદ જ રાજસ્થાન સરકાર દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ હવે શાળાઓના કેમ્પસમાં બહારના લોકોના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા, શિસ્ત અને વિદ્યાર્થીઓની ગોપનીયતા જાળવવાના હેતુસર આ પગલું ભરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી શાળાઓની અંદર બહારના વ્યક્તિઓ દ્વારા મંજૂરી વગર વિડીયો શૂટિંગ કરવા અને અન્ય ગતિવિધિઓ ધ્યાનમાં આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. આ નિયમ હેઠળ હવે કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ સ્કૂલ પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં તેમજ કોઈપણ પ્રકારના અનધિકૃત રેકોર્ડિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. સરકારના આ કડક આદેશથી શૈક્ષણિક પરિસરોમાં શિસ્ત અને સુરક્ષા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(6:30 PM IST)