News of Monday, 17th August 2026
તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયની ખેડૂતો માટે મોટો ધમાકો: ₹75,000 સુધીની કૃષિ લોન સંપૂર્ણ માફ, નાણાકીય કટોકટી વચ્ચે આપ્યો રૂ. 6,220 કરોડનો અબજોનો બોનસ લાભ!
આરબીઆઈની કડક માર્ગદર્શિકા અને બજેટની મર્યાદાઓ હોવા છતાં વિજય સરકારનો ઐતિહાસિક નિર્ણય; ૧૩.૩૪ લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે સીધો આર્થિક રાહતનો મોટો લાભ

ચેન્નઈ,: તમિલનાડુના લોકપ્રિય મુખ્યમંત્રી જોસેફ થલાપતિ વિજયે રાજ્યના ધરતીપુત્રો માટે એક અત્યંત રાહતજનક અને ઐતિહાસિક જાહેરાત કરીને સમગ્ર રાજ્યમાં ખુશીની લહેર લાવી દીધી છે. સોમવારે વિધાનસભામાં સત્તાવાર જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે રાજ્યના સહકારી ક્ષેત્રના ખેડૂતો માટે ₹75,000 સુધીની તમામ કૃષિ લોન સંપૂર્ણપણે (૧૦૦%) માફ કરવામાં આવશે. આ ઉપરાંત, જે ખેડૂતોની લોન ₹75,000 થી ₹1 લાખ સુધીની છે, તેમને પણ ₹75,000 સુધીની માતબર લોન માફીનો સીધો લાભ આપવામાં આવશે.
વિધાનસભામાં નિયમ ૧૧૦ હેઠળ વિશેષ વક્તવ્ય આપતા થલાપતિ વિજયે લાગણીસભર અંદાજમાં કહ્યું હતું કે, "ખેડૂતો અને કૃષિ એ આપણા રાજ્યની વાસ્તવિક કરોડરજ્જુ છે. દેશની સમગ્ર સમૃદ્ધિ અને પ્રગતિ આપણા ખેડૂતોના અથાક પરિશ્રમ અને સ્વેદબિંદુઓ પર ટકેલી છે." તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સમયે રાજ્ય સામે અનેક નાણાકીય અવરોધો અને પડકારો હોવા છતાં, તેમની સરકારે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ₹953.06 કરોડની વધારાની સહાય મંજૂર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે.
લોન માફી યોજનાનું નવું માળખું અને લાભો:
• ₹૭૫,૦૦૦ સુધીની લોન: ૧૦૦% સંપૂર્ણ માફી.
• ₹૭૫,૦૦૦ થી ₹૧ લાખ સુધીની લોન: ફ્લેટ ₹૭૫,૦૦૦ સુધીની મોટી માફી.
• ₹૧ લાખથી વધુની લોન: મહત્તમ ₹૩૫,૦૦૦ સુધીની રાહત.
• કુલ નાણાકીય બોજ: વધારાના ₹૯૫૩.૦૬ કરોડ સાથે કુલ રૂ. ૬,૨૨૦ કરોડની લોન માફી.
• કુલ લાભાર્થીઓ: ૧૩.૩૪ લાખથી વધુ ખેડૂત પરિવારોને સીધો લાભ.
પોતાના વક્તવ્યમાં યોજનાના તબક્કાવાર અમલીકરણ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી વિજયે યાદ અપાવ્યું હતું કે, મે મહિનામાં તેમની સરકારે સત્તાના સુકાન સંભાળ્યાના માત્ર ૧૫ જ દિવસની અંદર ₹૫૦,૦૦૦ સુધીની તમામ કૃષિ લોન માફ કરી દીધી હતી. ત્યારબાદ ખેડૂતોના વ્યાપક હિતમાં રાહતનો વ્યાપ વધારીને ₹૭૫,૦૦૦ સુધીની લોન માફી તથા ₹૭૫,૦૦૦થી વધુની લોન પર ₹૩૫,૦૦૦ની છૂટ આપવામાં આવી હતી, જેનાથી ૧૪.૪૪ લાખથી વધુ ખેડૂતો લાભાનવિત થયા હતા.
વધારાના લાભો અને નવા નિર્ણયો અંગે વિગત આપતા મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો કે ગત ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિવિધ ખેડૂત સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા બાદ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની વહેલી સમાધાન (Early Settlement) અંગેની કડક માર્ગદર્શિકા હોવા છતાં, ખેડૂતોને મહત્તમ રાહત પહોંચાડવાના હેતુથી સરકારે ખજાનાના દરવાજા ખોલી દીધા છે. આ નવા સંશોધિત નિર્ણયથી વધુ ૧.૩૮ લાખ ખેડૂતોને સીધો નવો લાભ મળશે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
