<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ભાજપ આઈટી સેલમાં મોટો ફેરફાર: અમિત માલવીયની જગ્યાએ દીપ મહસ્કે નવા મુખી બન્યા, રાષ્ટ્રીય સંગઠનમાં સોંપાઈ મહત્વની જવાબદારી!

કેમિસ્ટ્રીના પ્રોફેસર, ઓર્ગેનિક ફાર્મિંગના નિષ્ણાત અને ચ ચૂંટણી ડેટા એનાલિટિક્સના મહારાથી દીપ મહસ્કે હવે ભાજપની સોશિયલ મીડિયા વ્યૂહરચના સંભાળશે

નવી દિલ્હી  : ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સંગઠન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટી પ્રમુખ નિતિન નવાની આગેવાની હેઠળ જાહેર કરવામાં આવેલી નવી ટીમમાં આઈટી સેલના વડા તરીકે મોટો બદલાવ થયો છે. અત્યાર સુધી આઈટી સેલના વડા તરીકે કાર્યરત અમિત માલવીયની જગ્યાએ હવે દીપ મહસ્કેને ભાજપ આઈટી અને સોશિયલ મીડિયા સેલના નવા મુખી બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢમાં રાજકીય સંગઠકના રૂપે ઓછો પ્રોફાઈલ રાખીને કામ કરનાર દીપ મહસ્કે માટે આ એક મોટું પ્રમોશન માનવામાં આવી રહ્યું છે. તેમની સાથે પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરુણ યાદવ સહયોગી તરીકે કામ કરશે.

 

દીપ મહસ્કેનો બેકગ્રાઉન્ડ અત્યંત રોચક અને ચોંકાવનારો છે. ૧૯૬૮માં જન્મેલા મહસ્કે કેમિસ્ટ્રીમાં એમ.એસસી.ની ડિગ્રી ધરાવે છે અને તેમણે પોતાના કેરિયરની શરૂઆત કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે કરી હતી. આ ઉપરાંત તેમની પાસે સીમેન્ટ ટેક્નોલોજીમાં ડિપ્લોમા અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો પ્રમાણિત કોર્સ પણ છે. કેમિસ્ટ્રીના પ્રોફેસર રહ્યા બાદ તેઓ એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર ક્ષેત્ર તરફ વળ્યા હતા અને ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ એન્જિનિયરિંગ ઈન્ડિયા લિમિટેડ (EIL) માં બોર્ડ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને છત્તીસગઢ સરકારમાં પણ વરિષ્ઠ પદ સંભાળી ચૂક્યા છે.

 

દીપ મહસ્કેની સૌથી મોટી વિશેષતા તેમની ચૂંટણી ડેટા એનાલિટિક્સ (Electoral Data Analytics) અને સરકારી લાભાર્થી યોજનાઓના ડેટા પરની ગહરાઈથી પકડ ગણાય છે. રાજકીય વિશ્લેષણ અને આંકડાશાસ્ત્રમાં તેમની નિપુણતા ભાજપ માટે સોશિયલ મીડિયા અને રાજકીય વ્યૂહરચના ઘડવામાં અત્યંત મહત્વની સાબિત થશે. છત્તીસગઢમાં ભાજપ સંગઠન અને સરકાર સાથે લાંબા સમય સુધી કામ કરવાનો તેમનો મોટો અનુભવ રાષ્ટ્રીય સ્તર પર ભાજપની ડિજિટલ અને ડેટા-ડ્રિવન રણનીતિને નવી ઊંચાઈ આપશે.

(6:59 PM IST)