હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ISI સમર્થિત શહેઝાદ ભટ્ટી નેટવર્ક ધ્વસ્તઃ ૨૦૦થી વધુ લોકોની ધરપકડ
સુરક્ષા એજન્સીઓએ ૧૪ રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી

નવી દિલ્હી,તા.૧૮: સ્વતંત્રતા દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓએ ISI સમર્થિત આતંકી નેટવર્ક શહેઝાદ ભટ્ટી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. દેશનાં ૧૪ રાજ્યોમાં ચલાવવામાં આવેલા આ અભિયાન દરમિયાન ૨૦૦થી વધુ શંકાસ્પદ લોકો અને શહેઝાદ ભટ્ટી નેટવર્ક સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ ૧૪ રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે કાર્યવાહી કરી હતી. દેશના ગૃહ મંત્રી અમિત શાહે પણ આ કાર્યવાહી અંગે માહિતી આપી છે.
શહેઝાદ ભટ્ટી નેટવર્ક સામેની કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓએ મોટી માત્રામાં IED, હથિયારો, જીવતા કારતૂસ અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલા કેટલાક ગ્રેનેડ પર પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીની માર્કિગ પણ મળી આવી છે. નેટવર્ક સાથે જોડાયેલા લોકો પાસેથી પિસ્તોલ, કારતૂસ તેમ જ જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા પણ મળી આવ્યા છે.
એજન્સીઓના જણાવ્યાનુસાર આ નેટવર્ક આતંકી ગતિવિધિઓ અને દેશમાં હિસા ફેલાવવાના કાવતરામાં સામેલ હતું. સમયસર કાર્યવાહી કરીને સુરક્ષા એજન્સીઓએ સ્વતંત્રતા દિવસ પહેલાં સંભવિત આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. જુલાઈમાં મહારાષ્ટ્ર ATSએ શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા ૧૦૨ લોકોની પૂછપરછ કરી હતી.
ગૃહ મંત્રી અમિત શાહે આ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે મોદી સરકારે સ્વતંત્રતા દિવસ પહેલાં ISI સમર્થિત આતંકી જૂથ ‘શહેઝાદ ભટ્ટી નેટવર્ક'ને ખતમ કરી દીધું છે અને ૨૦૦થી વધુ સભ્યોની ધરપકડ કરીને તેના ખતરનાક હુમલાના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સુરક્ષા દળોએ ૧૪ રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ એકસાથે ઓપરેશન ચલાવીને આ નેટવર્કને ધ્વસ્ત કર્યું છે. આ કાર્યવાહી આતંકવાદ પ્રત્યે ભારતની ‘ઝીરો ટોલરન્સ' નીતિનું ઉત્તમ ઉદાહરણ છે. અમિત શાહે જણાવ્યું કે ISI પાસેથી ફંડ મેળવતા આ જૂથ પાસેથી IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીની માર્કિગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, જીવતા કારતૂસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા CCTV કેમેરા સહિત મોટી માત્રામાં સામગ્રી મળી આવી છે.
ક્યાં કેટલા લોકો સામે કાર્યવાહી?
ઉત્તર પ્રદેશઃ ૬૨
હરિયાણાઃ ૫૨
દિલ્હીઃ ૫૧
પંજાબઃ ૪૪
રાજસ્થાનઃ ૧૫
મહારાષ્ટ્રઃ ૮
ઉત્તરાખંડઃ ૫
કર્ણાટક, ગુજરાત અને બિહારઃ ૩-૩
તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને કેરળઃ ૨-૨.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
