<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

દીકરાના બર્થ-ડે પર ૧૬ મિનિટમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદોઃ આવી ઓફર આપવાનું દુકાનદારને ભારે પડયું

દુકાન બહાર ૩થી ૪ હજાર લોકોની ભીડ ઉમટીઃ ધક્કામુક્કી અને અફરાતફરી બાદ દુકાનદાર દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો

 

કાનપુર,તા.૧૮: કાનપુરના અનવરગંજ વિસ્‍તારમાં એક ગાર્મેન્‍ટ શોપ ધરાવતા દુકાનકારે ૧૫ ઑગસ્‍ટની રાતે એક ઑફર સોશ્‍યલ મીડિયામાં વહેતી મૂકી હતી. રઈસ આલમ નામના ભાઈના દીકરાનો જન્‍મ હતો ૧૬ ઑગસ્‍ટે. દીકરાના જન્‍મદિવસની ઉજવણી માટે દુકાનદારે એક વિડિયો શેર કરીને લોકોને ખુલ્‍લી ઑફર આપી હતી, જેમાં દાવો કર્યો હતો કે ૧૬ તારીખે ૧૬ મિનિટનો સમય આપવામાં આવશે જેમાં તમે ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદી શકશો; સૂટ, જીન્‍સ, શર્ટ કે અન્‍ય કોઈ પણ રેડીમેડ ગાર્મેન્‍ટ ખરીદી શકશો. ૧૫ ઑગસ્‍ટની રાતે ૧૧.૫૯ કલાકે આ વિડિયો પોસ્‍ટ થયો હતો જેમાં દીકરાના જન્‍મદિવસની ખુશીમાં ૧૬ રૂપિયામાં કંઈ પણ ખરીદો એવી ઑફર આપવામાં આવેલી. જોકે અડધી રાતે જ શેર થયેલો વિડિયો થોડી જ મિનિટમાં વાઇરલ થઈ ગયો અને દુકાન પર ત્રણથી ૪ હજાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડ એટલી વધી ગઈ કે થોડી જ વારમાં ધક્કામુક્કીને કારણે અફરાતફરી મચી ગઈ. આટલીબધી ભીડ જોઈને દુકાનદાર પણ ગભરાઈ ગયો. અવ્‍યવસ્‍થા સર્જાતાં તરત પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. જોકે આ બધી બબાલ જોઈને દુકાનદાર દુકાન બંધ કરીને ત્‍યાંથી ફરાર થઈ ગયો. એ પછી પણ ભીડ દુકાનની પાસેથી ખસવા તૈયાર નહોતી. પોલીસે લોકોને ધમકાવીને હટાવવા પડ્‍યા

(11:04 AM IST)