ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
જિયોએ એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે જિયો પ્રાઇમ ફરી રજૂ કરી
જિયોના ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે એક ખાસ મેમ્બરશિપ

મુંબઇ, તા.૧૮ : જિયો પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ મૂળભૂત રીતે જિયોના પ્રથમ ૧૦૦ મિલિયન ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આજે જિયોના ૫૦૦ મિલિયનથી વધુ ગ્રાહકોના પરિવારને કિંમતની ગેરંટીની ખાતરી અને વધારાના લાભો શ્રેણીબદ્ધ રીતે પૂરા પાડવા માટે તેને ફરીથી રજૂ કરવામાં આવ્યો છે.
જિયો પ્રાઇમ ભવિષ્ય માટે કિંમતની અતિરિક્ત નિ?તિતા આપે છે, જેથી ગ્રાહકો પ્રાઇસ ગેરંટીના એક વર્ષના સમયગાળા એટલે કે પાંચ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી ભવિષ્યમાં કિંમતોમાં થનારા કોઈપણ ફેરફારનો નવો બોજ અનુભવ્યા વિના આજના દરે જ પોતાના મનપસંદ એલિજિબલ જિયો પ્લાન્સથી વિશ્વાસપૂર્વક રિચાર્જ ચાલુ રાખી શકે.
જિયો પ્રાઇમ એક્સક્લુસિવ મેમ્બરશિપ લાભો લાવે છે, નીચે મુજબના લાભોનો તેમાં સમાવેશ થાય છે. રૂા.૬૦૦ની કિંમતના કેશબેક વાઉચર્સ, નવા જિયોહોમ અથવા જિયોપીસી કનેક્શન પર રિડીમ કરી શકાય તેવું રૂા.૩૦૦ નું કેશબેક વાઉચર, મિત્રો અથવા પરિવાર માટે નવું જિયો સિમ કનેક્શન લેવા માટે રૂા.૩૦૦નું કેશબેક વાઉચર, નવા જિયો પ્રોડક્ટ્સ, સેવાઓ અને ટ્રાયલ્સનો અગાઉથી એક્સેસ, ડેડિકેટેડ સર્વિસ ચેનલ દ્વારા પ્રાયોરિટી કસ્ટમર સપોર્ટ, મેમ્બરશિપ સમયગાળા દરમિયાન સભ્યો માટે જાહેર કરવામાં આવતા વધારાના વિશિષ્ટ લાભો
જિયો પ્રાઇમ તમામ હાલના જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે માત્ર રૂા.૩૦૦ની જોઈનિંગ ફી સાથે ઉપલબ્ધ છે. અન્ય નેટવર્કના ગ્રાહકો જિયોમાં પોર્ટ કરીને અથવા નવું જિયો કનેક્શન એક્ટિવેટ કરીને તેમાં જોડાઈ શકે છે.
આ મેમ્બરશિપ માયજિયો એપ, Jio.com, જિયો સ્ટોર્સ અને જિયો પાર્ટનર સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
