હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એરટેલ પેમેન્ટ્સ બેંકના નવા ચેરપર્સન હશે શબનમ સિંહા
સુનીલ મિત્તલ ૧૦ વર્ષ બાદ પદ છોડશે

મુંબઇ તા.૧૮: એરટેલ પેમેન્ટ્સ બેંકની નવી ચેરપર્સન શબનમ સિહા હશે. તે ૧ ઓક્ટોબર ૨૦૨૬થી આ પદ સંભાળશે. શબનમ નોન એક્ઝીક્યૂટિવ ચેરમેન સુનીલ ભારતી મિત્તલની જગ્યા લેશે. મિત્તલ ૩૦ સપ્ટેમ્બરે પોતાનો ૧૦ વર્ષનો કાર્યકાળ પૂરા કરીને બોર્ડમાંથી હટી જશે.
ડો.શબનમ સિહા પાસે બેંકિગ, ગવર્નન્સ અને ડિજિટલ ફેરફારનો ૩૦ વર્ષથી વધુનો ગ્લોબલ અનુભવ છે. તેમણે ૨૦૧૦-૨૦૨૫ એટલે કે ૧૫ વર્ષ વર્લ્ડ બેંકમાં લીડ સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કર્યું. જ્યાં તેમણે એશિયા, યૂરોપ અને આફ્રિકામાં ૪ વર્ષ વર્લ્ડ બેંકમાં લીડ સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કર્યું. જયાં તેમણે એશિયા, યૂરોપ અને આફ્રિકામાં ૪ બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂા.૩૮,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની જવાબદારી સંભાળી.
વર્લ્ડ બેંક પહેલા તેઓ IL&FS એજ્યુકેશનના CEO રહી ચૂક્યા છે અને USAID તેમજ NCERTની સાથે લાંબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ તેએ એરટેલ પેમેન્ટ્સ બેંક, વેદાંતાની સાથે લાબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ તેઓ એરટેલ પેમેન્ટ્સ બેંક, વેદાંતા અને ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન જેવી મોટી સંસ્થાઓના બોર્ડમાં સામેલ છે.
ડો.શબનમે કહ્યું કે એરટેલ પેમેન્ટ્સ બેંકની કમાન સંભાળવી મારા માટે ગર્વની વાત છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ડિજિટલ બેંકિગ દેશની પ્રગતિમા સૌથી મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. બેંકે સરળ ટેકનીક દ્વારા એક એવા મજબૂત અને ભરોસેમંદ સાધન તૈયાર કર્યું છે જે દેશના કરોડો લોકો સુધી બેંકિગ સુવિધાઓ પહોચાડી રહ્યા છે. હું સુનીલ મિત્તલ જી અને બોર્ડના આ ભરોસા માટે તેમનો આભાર માનું છું. અને બેંકને આગળ લઇ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.
સુનીલ ભારતી મિત્તલ એપ્રિલ ૨૦૧૬માં એરટેલ પેમેન્ટ્સ બેંકના ચેરમેન બન્યા હતા. તેમના ૧૦ વર્ષના નેતૃત્વમાં આ બેંક કમાણીના મામલે દેશની સૌથી મોટી પેમેન્ટ્સ બેંક બની ગઇ છે. આજે તેના ૧૨.૧ કરોડથી વધુ મંથલી એક્ટિવ યૂઝર્સ અને ૩ કરોડથી વધુ સેવિગ્સ એકાઉન્ટ કસ્ટમર્સ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
