News of Tuesday, 18th August 2026
પત્નીએ જમીન વેચવા ન દીધી તો પતિએ પ્રાઇવેટ પાર્ટમાં કરન્ટ આપીને મારી નાખી
પોલીસને મહિલાના શરીર પર છ જગ્યાએ દાઝવાના નિશાન મળ્યાઃ અત્યંત કંપાવી નાખે એવી ઘટના

રામપુર,તા.૧૮: ઉત્તર પ્રદેશના રામપુર ગામમાં અત્યંત કંપાવી નાખે એવી ઘટના ઘટી છે. અહીં એક પતિએ પત્નીને પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરમાં ૬ જગ્યાએ કરન્ટ આપીને મારી નાખી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ દર્દનાક હત્યાનું કારણ પ્રેમપ્રકરણ નહીં પણ જમીન અને સંપત્તિ હતી. પત્નીના પિયર તરફથી તેને જમીન મળી હતી. પતિ એ જમીન વેચીને રોકડી કરી લેવા માગતો હતો. જોકે પત્ની એ માટે તૈયાર નહોતી થતી. ઘણા સમય સુધી આ બાબતે તેમની વચ્ચે ઝઘડા ચાલ્યા અને જ્યારે પતિને લાગ્યું કે પત્ની નહીં જ માને ત્યારે તેને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું. ૧૪ ઑગસ્ટની રાતે લગભગ બે વાગ્યે પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો અને વાત મારપીટ સુધી પહોંચી. પતિએ પત્નીને અર્ધનગ્ન કરીને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી તેના શરીર પર ઠેર-ઠેર કરન્ટ લગાવ્યા. પત્નીની ચીસોને કારણે આસપાસના લોકો જાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. શબ પર પ્રાઇવેટ પાર્ટ સહિત કુલ ૬ જગ્યાએ કરન્ટને કારણે દાઝવાના નિશાન મળી આવ્યા હતા.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
