News of Tuesday, 18th August 2026
ચમોલીમાં ભારે વરસાદથી મુશ્કેલી :કલ્પેશ્વર મહાદેવ મંદિર પાસે ભૂસ્ખલનથી અફરાતફરી
મોડી રાત્રે ભારે વરસાદના કારણે મંદિર ઉપર આવેલી પહાડીનો એક ભાગ અચાનક ધસી પડ્યો :માટી, કાટમાળ અને મોટા પથ્થરો મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં પહોંચ્યા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. પંચકેદારમાં પાંચમા કેદાર તરીકે પ્રસિદ્ધ કલ્પેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે પહાડી પરથી અચાનક ભૂસ્ખલન થતાં મંદિર પરિસરમાં મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો આવી પડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
મોડી રાત્રે ભારે વરસાદના કારણે મંદિર ઉપર આવેલી પહાડીનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો. જેના પગલે માટી, કાટમાળ અને મોટા પથ્થરો મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાંથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
