હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 18th August 2026
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ગુજરાત મોડેલમાંથી સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ દિલ્હી ખાતે બનાવવામાં આવશે

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્માએ તેમના નગરનીગમના કર્મચારીઓ સહિત મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું દિવ્ય સ્વપ્નું અહીંયા સાકાર થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.જોકે ગુજરાત મોડેલમાંથી સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ દિલ્હી ખાતે બનાવવામાં આવશે .દિલ્હીમાં ઝૂંપડીઓ હટાવીને ત્યાં તેમના ફ્લેટ બનવવામાં આવશે.અમારી સરકાર જ્યારથી આવી છે અને અમે ચૂંટણી માં જે વાયદા કર્યા હતા તેને પુરા કરવા માટે મક્કમ છે.યમુના નદી ને ક્લીન કરવા માટે નો વાયદો કર્યો હતો જેના પર હાલ માં કામ ચાલી રહ્યું છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
