હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકોના જાતીય શોષણવાળા કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી હટાવવા મેટા તૈયાર
સરકારના આકરા વલણ સામે મેટાએ ઝુકવું પડયું : કાયદાથી ઉપર કોઈ નથી, દેશના કાયદાનું પાલન કરવું જ પડશેઃ સરકારની ચેતવણી પછી એક્સે પોલિસી બદલી

નવી દિલ્હી,તા.૧૯: બાળકોના જાતીય શોષણવાળા કન્ટેન્ટ મુદ્દે કેન્દ્ર સરકારના આકરા વલણ સામે આખરે માર્ક ઝકરબર્ગને મેટા અને ઈલોન મસ્કની એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ઝુકવું પડ્યું છે. આઈટી વિભાગે મંગળવારે જણાવ્યું કે, સરકારે મેટાને સેફ હાર્બરની સુરક્ષા નહીં આપવાની ચેતવણી આપતા મેટાએ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પરથી બાળકોના જાતીય શોષણ સંબંધિત ગેરકાયદે કન્ટેન્ટ હટાવવાનું શરૂ કર્યું છે. બીજીબાજુ ઈલોન મસ્કના એક્સ પ્લેટફોર્મે પણ સરકારી નીતિઓ મુજબ નવી પોલિસી જાહેર કરી છે.
કેન્દ્ર સરકારે મેટાના અધિકારીઓ /સાથેની વાતચીતમાં ઈન્સ્ટાગ્રામ પર શેર થઈ રહેલા બાળકોના જાતીય શોષણવાળા કન્ટેન્ટ (સીએસએએમ) ૫૨ આકરો વાંધો ઉઠાવ્યો છે. સરકારે આ મુદ્દે કડકાઈપૂર્વકનું વલણ અપનાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે, સીએસએએમ કન્ટેન્ટનો પ્રસાર કાયદાનો સ્પષ્ટ ભંગ છે અને આવા કેસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોઈ સેફ હાર્બર એટલે કે, કાયદાકીય સુરક્ષા નહીં મળે. આઈટી મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, તેનો આશય માત્ર એ સુનિヘતિ કરવાનો છે કે ભારતીય કાયદા અને નિયમોનું પાલન થાય. તેઓ અન્ય કોઈપણ પ્રકારના કવરેજને સેન્સર અથવા પ્રતિબંધિત કરવા માગતા નથી. આઈટી મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, સોશિયલ મીડિયાથી થતું નુકસાન દૂર કરવું અને યોગ્ય સંતુલન જાળવવું એ પ્લેટફોર્મ્સની જવાબદારી છે. સૂત્રોએ કહ્યું કે, સરકારના આકરા વલણ પછી મેટાએ બાળકોના જાતીય શોષણ સંબંધિત ગેરકાયદે કન્ટેન્ટને રોકવા અને ! હુટાવવાનું શરૂ કર્યું છે. ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામે જેવા પ્લેટફોર્મ્સ આમુકું વધુ સાવધ થઈને કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગેરકાયદે કન્ટેન્ટને ફિલ્ટર કરવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ માર્ચથી જુલાઈ વચ્ચે ભારત સરકારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સરેરાશ દર ૬૮ સેકન્ડે એક આદેશ આપ્યો હતો. એટલે કે દરરોજ લગભગ ૧,૨૭૫ આદેશ અપાયા હતા. પાંચ મહિનામાં આ સંખ્યા લગભગ ૧.૯૫ લાખ જેટલી રહી. રિપોર્ટ મુજબ સરકારે ગેરકાયદે કન્ટેન્ટને હટાવવા માટે કરેલા આદેશ સંપૂર્ણપણે ભારતીય કાયદા અને નિયમોના દાયરામાં રહીને આપ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
