ઓપન એઆઈએ ટીનેજરો માટે સલામત ચેટજીપીટી વર્ઝન લોન્ચ કર્યું
વાલીઓ, શિક્ષકો અને નિષ્ણાંતોની વારંવાર ફરિયાદ પછી : નવું ચેટબોટ વપરાશકારો સાથે લાગણીવેડા અથવા અંગત સંબંધ બનાવવા જેવી ચેષ્ટા ન કરે તેની ખાતરી કરાઈ છે

સેન ફ્રેન્સિસ્કો,તા.૧૯: ઓપન એઆઈએ ૧૩થી ૧૭ વર્ષના વપરાશકારોને ધ્યાનમાં રાખીને ચેટજીપીટીનું ટીન કેન્દ્રિત સંસ્કરણ રજૂ કર્યું છે જેમાં વધુ મજબૂત સલામત રક્ષણો અને વય અનુરૂપ વિશિષ્ટતાઓ રહેશે. આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે વધુને વધુ ટીનેજરો શિક્ષણ, દૈનિક પૂછપરછ અને સથવારા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ માહિતી આપી છે કે નવી આવૃત્તિ સ્વસ્થ એઆઈ આદતોને પ્રોત્સાહન આપશે જ્યારે યુવા વપરાશકારોને તેની સાથેના હાનિકારીક વાર્તાલાપથી સુરક્ષિત રાખશે.
ટીનેજરો માટેના ચેટજીપીટીમાં સ્વયંને હાનિ પહોંચડવા, રોમેન્ટિક અને જાતીય વાર્તાલાપ જેવા સંવેદનશીલ મુદ્દા પર પ્રતિબંધ સામેલ છે. તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને તેમના હોમવર્કમાં સહાય કરવા ઉપરાંત તેમને માત્ર જવાબ આપવાના સ્થાને તેમની પોતાની સમજદારી વિકસાવવામાં માર્ગદર્શન આપશે. ઓપન એઆઈના મતે સક્રિય સમાવિષ્ટતા અને સમસ્યાનો ઉકેલવાથી વિદ્યાર્થીઓ વધુ અસરકારક રીતે શીખી શકે છે. અગાઉ વાલીઓ, શિક્ષકો અને નિષ્ણાંતોએ એઆઈ ચેટબોટ સાથે બાળકોના સંબંધ વિશે ચિતા વ્યક્ત કરી હતી. અભ્યાસમાં છેતરપિડી, ભાવનાત્મક નિર્ભરતા અને અસુરક્ષિત ઉપકરણ સામે સંવેદનશીલતા સહિતના જોખમો ઉજાગર થયા હતા. સંશોધનથી જાણકારી મળી છે કે અનેક કિશોરો , એઆઈ સાથીનો નિયમિત ઉપયોગ કરતા હોય છે જેનાથી તેમની ટેકનોલોજી સાથે અસ્વસ્થ જોડાણ રચવાની શક્યતા વધી જાય છે. ઓપનએઆઈએ એવા પગલા લીધા છે કે ચેટબોટ ભાવનાઓનો દેખાડો ન કરી શકે અથવા વપરાશકારો સાથે અંગત સંબંધને પ્રોત્સાહન ન આપી શકે. વાલીઓ ક્વાઈટ અવર્સ અથવા સીમિત સુરક્ષા નોટિફિકેશન જેવા વિકલ્પો અપનાવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
