હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 19th August 2026
ઇન્સ્ટાગ્રામ પર છવાઈ દિમાગી નક્સલ જનતા પાર્ટી
૧૦ લાખ ફોલોઅર્સ થયા બાદ સાચી ઓળખ જાહેર થશે : ફેસલેસ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખ અને X પર ૧૯,૦૦૦ ફોલોઅર્સનો આંકડો વટાવી દીધો છે

નવી દિલ્હી,તા.૧૯: વડા પ્રધાન મોદીએ ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના ભાષણમાં ‘દિમાગી નક્સલ' શબ્દનો ઉપયોગ કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ જનતા પાર્ટી નામનું અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આમ ‘કોક્રોચ જનતા પાર્ટી' (CJP) પછી હવે આ પાર્ટીના રાતોરાત લાખો ફોલોઅર્સ વધી ગયા છે.
આ ફેસલેસ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખ અને X પર ૧૯,૦૦૦ ફોલોઅર્સનો આંકડો વટાવી દીધો છે. એના અનામી સ્થાપકની ઓળખ ફક્ત ‘દિમાગી ઇન્ડિયન' તરીકે થાય છે અને આ ટીમનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર ૧૦ લાખ ફોલોઅર્સ સુધી પહોંચ્યા પછી ટીમને જાહેર કરાશે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
