હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 19th August 2026
ટેક્સી-ડ્રાઇવરના ઘરે બંદૂક શોધવા ગયેલી પોલીસને મળ્યા રોકડા ત્રણ કરોડ રૂપિયા

સાગર,તા.૧૯: મધ્ય પ્રદેશના સાગરમાં સૌરભ આહિરવાર નામના એક ટેક્સી-ડ્રાઇવરના ઘરે ગેરકાયદેસર હથિયારની શોધખોળ કરતી વખતે પોલીસને કબાટમાંથી લગભગ ૩ કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. જોકે તેના ઘરેથી કોઈ હથિયાર મળી આવ્યું નહોતું. પરિવારે દાવો કર્યો હતો કે રિકવરી કરાયેલા પૈસા એક સંબંધીના છે જે ભોપાલમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)માં એન્જિનિયર તરીકે કામ કરે છે. રોકડ લગભગ ૮ મહિના પહેલા ઘરમાં લાવવામાં આવી હતી. રકમ એટલી વધારે હતી કે નોટો ગણવા માટે મશીન લાવવું પડ્યું હતું.
સૌરભ તેના ભાઈ અંકિત અને મમ્મી સાથે રહે છે. બન્ને ભાઈઓ ભાડાની ટેક્સી ચલાવે છે. સોશ્યલ મીડિયા પર સૌરભ આહિરવારનો બંદૂક સાથેનો ફોટો જોયા પછી પોલીસ તેના ઘરે પહોંચી હતી.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
