હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના ઢગલા બંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ

* ભયાનક તનાવગ્રસ્ત હોર્મુઝ અને સુએઝ કેનાલને બદલે ચીને રશિયાના ઉત્તરીય જળસમુદ્રના રસ્તે નવો શીપિંગ રૂટ શરૂ કર્યો, જે સુએઝ કેનાલના ૪૦ દિવસને બદલે ૨૦ દિવસમાં પસાર કર્યો
* કોરિયા શેરબજારમાં "કોસ્પી" ક્રેશ થતા ૫ મિનિટ સેલિંગ પ્રોગ્રામ બંધ રાખેલ, રોકાણકારોના ૨૨૦ અબજ ડોલર માત્ર ૧૦ મિનિટમાં ધોવાઈ ગયા
* મોદી સરકારને ઘેરવા અને વિધાનસભા ચૂંટણીઓની રણનીતિ નક્કી કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક આજે મળી રહી છે
* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - આરએસએસની ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક આજથી વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ છે
* દક્ષિણ ભારતના મુખ્યમંત્રીઓની ચેન્નાઈ ખાતે આજથી બે દિવસીય મહત્વની બેઠક શરૂ થઈ છે
* પોલીસ લોકઅપમાંથી વાહનોની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલ આરોપી નાસી છૂટવાના કેસમાં દાહોદના એ ડિવિઝનના પી.એસ.ઓ ભરત અને કોન્સ્ટેબલ દીપક સસ્પેન્ડ થયા છે: ટીવી૧૩
* જગ પ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસ ખડકાયેલ ગેરકાનુની મકાનો સામે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશન, ધાર્મિક સ્થળ ત્રણ દુકાન અને મકાનનું ડિમોલિશન, કોરીડર પ્રોજેક્ટમાં આ તમામ મિલકતો આવતી હતી, વળતર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ.
* ઇંસ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સામે અમેરિકાના ૨૯ રાજ્યોએ માંડેલા સંયુક્ત દાવાનો કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં પ્રારંભ થયો છે. બાળકો અને કિશોરોને વ્યસનનો વળગાડ થાય તે માટેની એપ ડિઝાઇન કર્યાનો મેટા ઉપર આરોપ છે. દોષિત ઠરશે તો સાડા તેર લાખ કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
