<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં પૂ.મોરારીબાપુના હસ્‍તે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રથમ વખત એવોર્ડ અર્પણ સમારોહ

 

(તખુભાઈ સાંડસુર દ્વારા) વેળાવદર, તા.૧૯: પૂ. મોરારીબાપુના પાવન સાનિધ્‍યમાં દર વર્ષે રામચરિત માનસ, ભાગવત અને અન્‍ય સદગ્રંથના ગાયકો વગેરેને વાલ્‍મિકી, તુલસી, વ્‍યાસ અને રત્‍નાવલી એવોર્ડ અર્પણ થાય છે.

આ કાર્યક્રમ દર વર્ષે મોટાભાગે તલગાજરડાના ચિત્રકૂટ ધામમાં યોજાયો છે.પરંતુ આ વર્ષે આ કાર્યક્રમ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં આજે બુધવારે યોજાશે. જેમાં વિવિધ વિદ્વાનો મહાનુભાવોને આ એવોર્ડ અર્પણ થશે .

‘માનસ ગુરુ પ્રસાદ' કથાના દ્વિતીય દિવસે કાર્યક્રમ સંચાલક  હરિશચંદ્રભાઈ જોશીએ વિવિધ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં આ વર્ષે દેશાવરોના વિદ્વાનોને આ એવોર્ડ અર્પણ થશે.

જેમાં વાલ્‍મીકિ પુરસ્‍કાર સેલ્‍ક સેથરલેન્‍ડ ગોલ્‍ડમેન અને ઙ્કો રોબર્ટ પી ગોલ્‍ડમેન (યુએસએ), પ્રો.માદુઓકા ફુકુઓકા(જાપાન),વ્‍યાસ એવોર્ડ દેવી ચિત્રલેખાજી (વળંદાવન),ડો.અશ્વિનભાઈ કાંતિભાઈ રાજગોર(યુએસએ) પ્રો.જોન સ્‍કાર્ટડ હોલીને(યુએસએ),તુલસી એવોર્ડ પિયુષભાઈ મહેતા(યુકે),પ્રો. રુપર્ટ તોલ-(ગ્રીસ),રત્‍નાવલી એવોર્ડ પ્રો.ડાયના જી-હાર્વર્ડ યુનિવર્સિટી-બોસ્‍ટન(યૂએસએ)ને અર્પણ કરવામાં આવશે.

કુલ ૮ એવોર્ડ પૈકી ૭ પુરસ્‍કારો દેશાવરોના મહાનુભાવોને અર્પણ થઈ રહ્યાં છે.

આજે શ્રાવણ સુદ તુલસી જયંતિના દિવસે આ એવોર્ડ પૂ.મોરારીબાપુના હસ્‍તે અર્પણ થશે

(12:13 PM IST)