<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીની મોટી ધાડ: ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ૧૦ સ્થળોએ ઇડીના દરોડાથી મચેલો ભારે ખળભળાટ

​મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્થિક ગેરરીતિઓની તપાસ સંદર્ભે રામપુર અને સહારનપુર સહિતના સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

નવી દિલ્હી: મની લોન્ડરિંગ અને આર્થિક હેરાફેરીના ગંભીર મામલાઓમાં કેન્દ્રીય એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં આવેલા વિવિધ ૧૦ થી વધુ સ્થળો પર એકસાથે દરોડા પાડીને વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

​તપાસ એજન્સીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર દરોડાની કાર્યવાહી રામપુર સ્થિત મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને તેના અંતર્ગત સંચાલિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો અને મની લોન્ડરિંગના આરોપોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

​ઈડીની અલગ-અલગ ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર શહેર તેમજ દિલ્હીમાં સ્થિત શંકાસ્પદ પરિસરોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ટ્રસ્ટ અને યુનિવર્સિટી સાથે જોડાયેલા આર્થિક દસ્તાવેજો, બેંક ખાતાઓ અને અન્ય નાણાકીય રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

(1:11 PM IST)