તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Wednesday, 19th August 2026
પાકિસ્તાનથી આવતા સૂકા પવનોએ ગુજરાતની ચિંતા વધારીઃ ચોમાસાને લાગ્યું ‘ગ્રહણ'
દેશમાં ચોમાસુ નબળું પડયું: પાકિસ્તાનથી આવતા સૂકા પવનો પંજાબ, ગુજરાત સહિતના રાજ્યોમાં ભેજ શોષી રહ્યા છેઃ આથી વરસાદી વાદળો બંધાતા નથી આગામી દિવસોમાં વરસાદની ખાધ વધશેઃ અત્યાર સુધી દેશમાં ૧૩% ઓછો વરસાદ નોંધાયોઃ જોકે, પૂર્વ અને મધ્ય ભારતમાં સારો વરસાદ થવાની શક્યતાઃ હવામાન નિષ્ણાતો

નવી દિલ્હી,તા.૧૯: દક્ષિણ-પヘમિ ચોમાસાની વચ્ચે દેશના અનેક ભાગોમાં વરસાદી સિસ્ટમ નબળી પડી રહી છે. પાકિસ્તાન અને ઉત્તર-પヘમિ ભારત તરફથી આવી રહેલા સૂકા પવનો પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR, રાજસ્થાન, ગુજરાત અને પヘમિ મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હવામાંથી ભેજ શોષી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે વરસાદી વાદળો બંધાવામાં અડચણ ઊભી થઈ રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સૂકા પવનોની માઠી અસર આગામી દિવસોમાં વરસાદ પર પડી શકે છે, જેનાથી દેશમાં વરસાદની ખાધ વધુ વધવાની ભયાનક શક્યતા સેવાઈ રહી છે.હાલ દેશના દરેક ભાગમાં ચોમાસાની સ્થિતિ એકસરખી નથી. ઉત્તર-પヘમિ અને પヘમિ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઘટી શકે છે, જ્યારે પૂર્વ અને મધ્ય ભારતમાં વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. પૂર્વ અને મધ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પヘમિ બંગાળ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થઈ શકે છે. આથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવા છતાં પણ સમગ્ર દેશનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો જ રહી શકે છે.
ભારતમાં વર્તમાન ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ વરસાદ સામાન્ય કરતાં લગભગ ૧૩% ઓછો નોંધાયો છે. અલબત્ત, દરેક રાજ્યમાં એકસરખી સ્થિતિ નથી. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, તો ઉત્તર-પヘમિ અને પヘમિ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી છે. ચોમાસું હવે ધીમે ધીમે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું હોવાથી જો આગામી દિવસોમાં સ્થિતિ આવી જ રહેશે, તો વરસાદની ઘટ પૂરી કરવી મુશ્કેલ બની જશે.
વરસાદ પડવા માટે હવામાં પૂરતો ભેજ હોવો અત્યંત જરૂરી છે. પરંતુ પાકિસ્તાન અને ઉત્તર-પヘમિ ભારત તરફથી આવતા સૂકા પવનો આ ભેજને શોષી રહ્યા છે, જેની સીધી અસર ચોમાસાના વરસાદ પર પડી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ ચોમાસાના વરસાદ માટે ખૂબ મહત્ત્વની હોય છે. સામાન્ય રીતે આ સિસ્ટમ આગળ વધીને દેશના વિવિધ ભાગોમાં વરસાદ લાવે છે, પરંતુ સૂકા પવનોની અસરના કારણે આ સિસ્ટમનો પ્રભાવ ઉત્તર-પヘમિ ભારત સુધી પહોંચતા જ નબળો પડી જાય છે.
જ્યાં ઉત્તર-પヘમિ ભારતમાં ચોમાસું સુસ્ત રહેવાની શક્યતા છે, ત્યાં પૂર્વ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પヘમિ બંગાળ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ મુસળધાર વરસાદ પણ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે દેશના એક હિસ્સામાં વરસાદ ચાલુ રહેશે જ્યારે બીજા હિસ્સામાં દુષ્કાળ જેવી સ્થિતિ રહેશે, જેના કારણે સમગ્ર દેશના કુલ વરસાદનો આંકડો સામાન્ય સુધી પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે.
હાલમાં ચોમાસું પૂર્ણપણે વિદાય લઈ રહ્યું છે તેમ કહેવું ઉતાવળ ગણાશે. હવામાન શાષીઓ આ સ્થિતિને 'બ્રેક મોન્સૂન' માની રહ્યા છે, જેમાં દેશના મોટા ભાગમાં થોડા દિવસો માટે વરસાદી પ્રવૃત્તિઓ ઘટી જતી હોય છે. આગામી દિવસોમાં ચોમાસાનું વલણ વધુ સ્પષ્ટ થશે. જો ઓગસ્ટના અંત સુધીમાં વરસાદી સિસ્ટમ ફરીથી મજબૂત નહીં થાય, તો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની ઘાટ સરભર કરવી મુશ્કેલ બનશે. હાલ ઉત્તર-પヘમિ ભારતમાં સૂકા પવનો અને પૂર્વ ભાગોમાં થતો વરસાદ - આ બે વિપરીત હવામાન ચોમાસા માટે સૌથી મોટો પડકાર બનેલા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
