<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

નવી કાર, ૭૫ હજાર રૂપિયા મેન્‍ટેનન્‍સ અને ૨૫ લાખનું હેલ્‍થ કવર

તમિલનાડુના બધા ૨૩૪ MLAને સીએમ વિજયની ગિફટ

ચેન્નઇ તા.૧૯: તમિલનાડુના મુખ્‍યમંત્રી વિજયે રાજ્‍યના બધા ૨૩૪ ધારાસભ્‍યો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ રાજયના પ્રત્‍યેક વિધાયકને એક સરકારી કાર, માસિક ઇંધણ તેમજ મેન્‍ટેનન્‍સ ભથ્‍થું અને વધારા સાથેનું હેલ્‍થ કવર આપવામાં આવશે. મુખ્‍યમંત્રીના આ નિર્ણયનો સત્તા પક્ષની સાથે અન્‍ય ધારાસભ્‍યોએ પણ સ્‍વાગત કર્યું છે.

ધારાસભ્‍યોને તેમના ચૂંટાયેલા ક્ષેત્રમાં જનસેવા સાથે જોડાયેલા કામોને સરળ બનાવવા માટે એક-એક સરકારી ગાડી આપવામાં આવશે. ગાડીઓના ડ્રાઇવર, ફયુઅલ અને મેન્‍ટેનન્‍સ ખર્ચ માટે સરકાર દર મહિને ૭૫,૦૦૦ રૂપિયાનું વિશેષ ભથ્‍થું પ્રદાન કરશે

સરકારી કામકાજ સંભાળવાક માટે સેક્રેટરી રાખવા માટે ૨૫,૦૦૦ રૂપિયાથી વધારાની સરકારી મદદ મળશે. ચૂંટાયેલા પ્રતિનિધિયોનું સ્‍વાસ્‍થ્‍ય વીમા કવર ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૫ લાખક રૂપિયા કરી દેવામાં આવ્‍યું છે.

સીએમ વિજયે વિધાનસભામાં આ ખર્ચને યોગ્‍ય ગણાવતા વિધાયકોને જનતાની સમસ્‍યાન ઉકેલ માટે સતત પોતાના ક્ષેત્રનો પ્રવાસ કરવાનો હોય છે. ઘણા વિધાયક સામાન્‍ય બેકગ્રાઉન્‍ડમાંથી આવે છે. અને પ્રથમવાર ચૂંટાઇને આવ્‍યા છે. આ નિર્ણય પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન સુનિヘતિ કરવા માટે જરુરી છે.

બીજી તરફ મુખ્‍ય વિપક્ષી પાર્ટી DMKએ વિજય સરકારના આ નિર્ણયની કડક શબ્‍દોમાં ટીકા કરી છે. DMKના પ્રવક્‍તાએ સર્વનને કહ્યું કે આને ફાલતુનો ખર્ચ  ગણાવીને બધા ૨૩૪ ધારાસભ્‍યો માટે નવી કાર ખરીદવા અને ઊંચા ભથ્‍થા આપવાથી રાજ્‍યના ખજાના પર બિનજરૂરી આર્થિક બોજ પડશે

(3:44 PM IST)