હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કંગના રનૌત અને બાબા રામદેવ વચ્ચે વાકયુદ્ધ તીવ્ર: "મારી યુવાની કે બેડરૂમ વિશે દિવાસ્વપ્નો ન જુઓ", ભાજપ સાંસદે યોગગુરુ પર કર્યો આકરો પલટવાર
'જનરેશન ઝી' અંગેની વિવાદિત ટિપ્પણી પર રામદેવની ટીકા સામે કંગનાનો કડક જવાબ: સુપ્રીમ કોર્ટની ફટકાર યાદ અપાવી કહ્યું - "તમારા કરતાં મારું ચરિત્ર ઘણું સારું છે"

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ કંગના રનૌત અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચે શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ હવે અત્યંત તીવ્ર મોડ પર પહોંચી ગયું છે. કંગના રનૌત દ્વારા તાજેતરમાં યુવા પેઢી (Gen Z) અંગે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીની બાબા રામદેવે આકરી ટીકા કર્યા બાદ, હવે કંગનાએ સોશિયલ મીડિયા પર બાબા રામદેવ પર વળતો પ્રહાર કરી તેમને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે.
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રામદેવના નિવેદનનો કડક જવાબ આપતા લખ્યું હતું કે, "બાબાજી, મારી યુવાની કે મારા બેડરૂમ વિશે દિવાસ્વપ્નો ન જુઓ. લોકો માત્ર અફવાઓ અને ગપસપના આધારે જ અટકળો લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ક્યારેય ખોટા અને કપટી તબીબી દાવાઓ માટે સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો નથી, જે નક્કર તથ્યો પર આધારિત છે. તેથી મને ચરિત્રના પાઠ ન ભણાવો, મારું ચરિત્ર તમારા કરતાં ઘણું સારું છે."
શું હતો સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કંગના રનૌતે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક યુવાનો અને યુવતીઓ માટે સોશિયલ મીડિયા પર "ગટર જનરેશન" જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદન અંગે એક ઇન્ટરવ્યુ દરમિયાન બાબા રામદેવે કંગનાની ટીકા કરતા કહ્યું હતું કે, કોઈ દેશના યુવાનોને "ગટર" કહેવું એ ભ્રષ્ટ માનસિકતાની નિશાની છે અને કંગનાના પક્ષે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બાબા રામદેવની આ ટીકા બાદ કંગનાએ વળતો પ્રહાર કરતા બંને વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
