હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર ભારત સહિત દેશભરમાં મેઘતાંડવનું એલર્ટ: યુપી, બિહાર અને મધ્ય પ્રદેશમાં અતિભારે વરસાદની આશંકા, IMD દ્વારા વીજળી અને વાવાઝોડાની ચેતવણી જારી
ઉત્તર ઝારખંડ અને દક્ષિણ-પૂર્વ યુપી પર સર્જાયેલી ડિપ્રેશન સિસ્ટમથી ચોમાસું બન્યું આક્રમક: પહાડી રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં ૨૫ ઓગસ્ટ સુધી મૂશળધાર વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની સિઝન આખરી તબક્કામાં હોવા છતાં હવામાનનો મિજાજ અત્યંત આક્રમક બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જારી કરેલા તાજા બુલેટિન અનુસાર, ઉત્તર ઝારખંડ, દક્ષિણ-પશ્ચિમ બિહાર અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પહાડી વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં ૧૯ થી ૨૫ ઓગસ્ટ સુધી જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ૨૨ ઓગસ્ટ સુધી વ્યાપક ભારે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. આ સિવાય, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૨૩ ઓગસ્ટ સુધી અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૨૨ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન મૂશળધાર વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાવાનું જોખમ વધી ગયું છે.
મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ રહેશે જામી
મધ્ય ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે. પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ તથા છત્તીસગઢમાં ૨૫ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ભારતમાં દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
