મહત્વના સમાચારો ઉડતી નજરે 11:40 PM
૮માં પગાર પંચ અંગે મોટું અપડેટ: સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે મોટો ઉછાળો? ફિટમેન્ટ ફેક્ટર અને નવા પે મેટ્રિક્સ પર આવ્યા મહત્વના સમાચાર
ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કન્સલ્ટેશન પ્રક્રિયા અંતિમ તબક્કામાં: સોશિયલ મીડિયા પર વાયરલ થતા પગાર વધારાના આંકડાઓ અંગે જાણો સત્ય

નવી દિલ્હી : કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮માં પગાર પંચ (8th Pay Commission) ને લઈને ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાખો કર્મચારીઓ આતુરતાપૂર્વક નવું પગાર પંચ લાગુ થવાની અને તેનાથી પગાર, ભથ્થાં તથા પેન્શનમાં થનારા ફેરફારોની વાટ જોઈ રહ્યા છે. જોકે, અત્યાર સુધી સરકાર કે પગાર પંચ દ્વારા નવા પગાર માળખા, લઘુત્તમ બેઝિક પગાર કે ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંભવિત પગાર વધારાના અહેવાલોને અંતિમ ગણી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે ૮માં પગાર પંચની ઔપચારિક રચના ૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવી હતી, જ્યારે જાન્યુઆરી ૨૦૨૫ માં કેન્દ્રીય મંત્રીમંડળે તેને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં બનેલા આ પંચમાં પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ-ટાઈમ સભ્ય અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. પંચને તેનો આખરી અહેવાલ તૈયાર કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
હાલ કયા તબક્કામાં છે ૮મું પગાર પંચ?
હાલમાં ૮મું પગાર પંચ અત્યંત મહત્વપૂર્ણ 'કન્સલ્ટેશન સ્ટેજ' (સલાહ-સૂચન તબક્કા) માંથી પસાર થઈ રહ્યું છે. પંચે કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનર્સ, વિવિધ યુનિયનો અને મંત્રાલયો પાસેથી ઓનલાઈન પ્રશ્નાવલિ મારફતે ૫ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી સૂચનો મેળવ્યા હતા. ત્યારબાદ હવે પંચના સભ્યો વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કરીને કર્મચારી મંડળો અને હિતધારકો સાથે રૂબરૂ બેઠકો કરી રહ્યા છે.
ક્યારથી લાગુ થશે નવો પગાર અને શું હશે ફિટમેન્ટ ફેક્ટર?
સરકારે ૮મા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ રાખ્યો છે. પંચનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકાર તેનો અભ્યાસ કરીને આખરી નિર્ણય લેશે. જો સરકાર પાછળથી આ ભલામણોનો અમલ કરશે, તો પણ કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી જ એરિયર્સ (બાકી નીકળતી રકમ) ચૂકવવામાં આવશે.
જૂના મૂળભૂત પગારને નવા પગાર માળખામાં બદલવા માટે વપરાતા 'ફિટમેન્ટ ફેક્ટર' અંગે વાત કરીએ તો, ૭મા પગાર પંચમાં તે ૨.૫૭ હતો. હાલમાં ૨.૮૬ કે ૩.૦૦ ફિટમેન્ટ ફેક્ટરની માંગણીઓ અને અટકળો ચલી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર ગુણક નક્કી કર્યો નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
