હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવાનોનો આક્રોશ અને રામ મંદિર ટ્રસ્ટ પર સવાલો: CWC બેઠકમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસની મોટી રણનીતિ
ખડગેની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી CWCની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થી આંદોલનો, રોજગારીની તકો અને રામ મંદિર ટ્રસ્ટના કથિત કૌભાંડ જેવા મુદ્દે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી વિરોધ તીવ્ર બનાવવાનો માર્ગ મોકળો કરાયો

નવી દિલ્હી: દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણીઓની પૃષ્ઠભૂમિ વચ્ચે નવી દિલ્હીમાં ઇન્દિરા ભવન ખાતે Congress Working Committee (CWC) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડ્રા સહિત વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. ખડગેએ દેશના યુવાધનમાં વધતા અસંતોષ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુવાનોમાં ઉભરી રહેલો ગુસ્સો કોઈ એક દિવસની ઘટના નથી પરંતુ તે સરકારની નિષ્ફળ નીતિઓનું પરિણામ છે. તેમણે શિક્ષણ, પેપર લીક અને ભરતીમાં થતી ગેરરીતિઓ અટકાવીને યુવા વર્ગ માટે એક સ્પષ્ટ રોડમેપ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સાથે જ બેઠકમાં રામ મંદિર ટ્રસ્ટમાં દાનમાં મળેલી રકમ અને સોના-ચાંદીના ઉપયોગ અંગે ઉઠેલા સવાલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશની જનતા શ્રદ્ધાથી આપેલા દાનના હિસાબ અંગે સ્પષ્ટતા માંગે છે પરંતુ વડા પ્રધાન આ અંગે મૌન સેવી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પાસે પારદર્શિતા અને જવાબદેહીની માંગ કરી છે.
આગામી સમયમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જેવા રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ અને સીમાંકન આધારિત મહિલા અનામત બિલ જેવા સંસદીય મુદ્દાઓ પર પણ પક્ષે પોતાની વ્યૂહરચના ઘડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
