<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

મારુતિ પછી હ્યુન્‍ડઈના વાહનો પણ સપ્‍ટેમ્‍બરથી મોંઘા થશે

ઈનપુટ કોસ્‍ટ વધી ગયો છે અને મોટાભાગની કોમોડિટી મોંઘી થઈ છે

નવી દિલ્‍હી,તા.૨૦: હ્યુન્‍ડઈ મોટર ઈન્‍ડિયાએ બુધવારે જાહેરાત કરી હતી કે તે તેના તમામ વાહનોના ભાવમાં ૧ સપ્‍ટેમ્‍બરથી ૧ ટકા સુધીનો વધારો કરશે. તેણે કહ્યું કે ખર્ચનું દબાણ વધી ગયું છે જેને કારણે આ ભાવવધારો કરશે. હ્યુન્‍ડઈએ કહ્યું કે વિવધ મોડેલ અને વેરાયન્‍ટ પર ભાવવધારો અલગ-અલગ રહેશે. ઈનપુટ કોસ્‍ટ વધી ગયો છે અને મોટાભાગની કોમોડિટી મોંઘી થઈ છે. ઓપરેશનલ ખર્ચ વધી ગયો છે અને ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમ તથા મેક્રોઈકોનોમિક અનિヘતિતા પણ વધી ગઈ છે, જેને કારણે આ ભાવવધારો કરવો પડશે. કંપનીએ જણાવ્‍યું હતું કે કંપની ગ્રાહકો પર તેની અસરને ઓછામાં ઓછી રાખવા માટે ખર્ચ ઘટાડવાના અને ખર્ચમાં થયેલા વધારાને પોતે જ એબ્‍સોર્બ કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ ખર્ચનું આ દબાણ સતત યથાવત્‌ રહેતાં વધેલા ખર્ચનો આંશિક બોજ ગ્રાહકો પર આંશિક ભાવવધારા મારફતે નાખવો જરૂરી બન્‍યો છે.

ઉલ્‍લેખનીય છે કે અગાઉ તાજેતરમાં જ મારુતિ સુઝુકી ઈન્‍ડિયાએ પણ જાહેરાત કરી હતી કે તે અરિના અને નેક્‍સા લાઈનઅપના ભાવમાં ભાવવધારો કરશે.

(10:24 AM IST)